1200 કરોડનું દાન આપનાર મેઘા એન્જિનિયરિંગ કંપની પર CBIએ કેસ દાખલ કર્યો
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમમાં સૌથી વધુ દાન આપનારાઓની યાદીમાં બીજા ક્રમે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમમાં સૌથી વધુ દાન આપનારાઓની યાદીમાં બીજા ક્રમે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો સમાવેશ થાય છે. ત્યારે હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI) એ NISP પ્રોજેક્ટના અમલીકરણમાં રૂ. 315 કરોડના કથિત ભ્રષ્ટાચાર અંગે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સ્ટીલ મંત્રાલયના આઠ અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. નોંધનીય છે કે, આ કંપની દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને 1200 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.
NISP પ્રોજેક્ટના અમલીકરણમાં રૂ. 315 કરોડના કથિત ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ સ્ટીલ મંત્રાલયના એનએમડીસી આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટના 8 અધિકારીઓ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા બહાર આવ્યા બાદ ચર્ચામાં આવી હતી. રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ્થી સૌથી વધુ દાન આપનાર ટોચની 10 યાદીમાં આ કંપની બીજા નંબરે આવે છે. પામીરેડ્ડી પિચી રેડ્ડી અને પીવી કૃષ્ણા રેડ્ડીની કંપની MEILએ કરોડો રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. કંપનીએ તેની સહયોગી કંપનીઓ સાથે મળીને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને 1200 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.






