મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી લીકર કેસમાં કેજરીવાલ વિરૂદ્ધ CBIએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

CBIએ લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વિરૂદ્ધ રાઉજ એવેન્યૂ કોર્

દિલ્હી લીકર કેસમાં કેજરીવાલ વિરૂદ્ધ CBIએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

CBIએ લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વિરૂદ્ધ રાઉજ એવેન્યૂ કોર્ટ દિલ્હીમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથિત લીકર પોલિસી કેસમાં મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલી EDએ 21 માર્ચ 2024માં ધરપકડ કરી હતી. તે બાદ 26 જૂને CBIએ કથિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી.

CBI અને EDએ હવે એક્સાઇઝ કૌભાંડમાં કેજરીવાલ વિરૂદ્ધ તપાસ પૂર્ણ કરી લીધી છે. CBIએ ગત સુનાવણીમાં કોર્ટમાં જણાવ્યું હતું કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઇઝ કૌભાંડ નીતિ દ્વારા ફાયદો ઉઠાવવા માટે મન અનુસાર બદલાવ કરવામાં આવ્યા હતા.

ED કેસમાં મળી ચુક્યા છે જામીન

કેજરીવાલને ED કેસમાં પહેલા જ જામીન મળી ગયા છે. જોકે, CBIની ધરપકડ મામલે તે તિહાડ જેલમાં બંધ છે. આ મામલે તેમની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

CBIએ કોર્ટમાં શું કહ્યું?

CBIએ ગત સુનાવણીમાં રાઉજ એવેન્યૂ કોર્ટમાં કહ્યું હતું કે અમારી પાસે પૈસાનો ટ્રેલ છે. સાથે જ પુરતા પુરાવા પણ છે. સાઉથ ગ્રુપના કહેવા પર જ લીકર પોલિસીમાં બદલાવ થયા છે.

CBIના વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું, "જ્યારે અમે પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછ્યુ કે ખાનગીકરણ કરવાનો નિર્ણય અને એક્સાઇઝ પોલિસીમાં બદલાવનો નિર્ણય કોનો હતો તો કેજરીવાલ જે કેબિનેટના પ્રમુખ હતા તેમનું કહેવું હતું કે મારો નહતો, તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે એમ જણાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે મારે તેનાથી કોઇ લેવા દેવા નથી."

આ સમાચાર શેર કરો