મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બ્રેકિંગ:  મુખ્યમંત્રી કેજરીવાલની CBI કરી શકે છે ધરપકડ, તિહારમાં પૂછપરછ બાદ પ્રક્રિયા શરૂ

દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત એક કેસમાં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરી શકે છે. તિહાર જ

બ્રેકિંગ:  મુખ્યમંત્રી કેજરીવાલની CBI કરી શકે છે ધરપકડ, તિહારમાં પૂછપરછ બાદ પ્રક્રિયા શરૂ

દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત એક કેસમાં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરી શકે છે. તિહાર જેલમાં પૂછપરછ બાદ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે  ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટના આ નિર્ણય અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. 

હાઇકોર્ટે અગાઉ કેજરીવાલને આપ્યો હતો ઝટકો 

અગાઉ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. હાઇકોર્ટે નીચલી અદાલતે કેજરીવાલને આપવામાં આવેલા જામીન પર રોક યથાવત રાખી હતી. અગાઉ નીચલી અદાલતે આ મામલે કેજરીવાલને જામીન આપ્યા હતા જે બાદ EDએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

જસ્ટિસ સુધીર કુમાર જૈનની પીઠે રાઉજ એવેન્યૂ કોર્ટના ચુકાદા પર રોક યથાવત રાખી છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, નીચલી અદાલતની પીઠે કેજરીવાલને જામીન આપતા સમયે પોતાના વિવેકનો ઉપયોગ કર્યો નહતો. હાઇકોર્ટે કહ્યું, અમે બન્ને પક્ષને સાંભળ્યા છે પરંતુ નીચલી અદાલતે EDના દસ્તાવેજો પર ઉલ્લેખ કર્યો નહતો. 

આ સમાચાર શેર કરો