Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Caution! Complete these 4 tasks before December 31, otherwise you will suffer losses

સાવધાન! 31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ 4 કામ, નહીં તો થશે નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સાવધાન! 31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ 4 કામ, નહીં તો થશે નુકસાન!
સોર્સ : GSTV

નવા વર્ષ પહેલા 31 ડિસેમ્બર સુધીમાં અનેક મહત્ત્વના કામો પૂરા કરવા પડશે. જેમાં આધારને પાન સાથે લિંક કરવા અને નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનો સમાવેશ થાય છે.

App Store

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવા વર્ષથી અનેક મોટા ફેરફારો થવાની શક્યતા છે. જાન્યુઆરીથી કાર મોંઘી થઈ રહી છે અને નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, કેટલાક એવા કામો છે જે પતાવવાની છેલ્લી તક 31 ડિસેમ્બર સુધી જ છે. તો ચાલો જાણીએ કયા કયા કામો 31 ડિસેમ્બર પહેલા પતાવવા જરૂરી છે.

ગાડીઓ મોંઘી થઈ જશે

1 જાન્યુઆરીથી મારુતિ, ટાટા, MG અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓની કાર મોંઘી થઈ શકે છે. MG એ ભાવ વધારાની જાહેરાત પણ કરી દીધી છે. BMW એ કિંમતમાં 2-3% સુધીનો વધારો જાહેર કર્યો છે. અન્ય કંપનીઓ પણ ટૂંક સમયમાં ભાવ વધારાની જાહેરાત કરી શકે છે.

સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદર

31 ડિસેમ્બર સુધીમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે. જેમાં કુલ 11 સ્કીમ્સ સામેલ છે. RBI એ 5 ડિસેમ્બરે રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો હતો, જેના કારણે આ યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો થવાનો અંદાજ છે. આનાથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને નાની બચત યોજનાઓના દર ઘટી શકે છે.

આધારને પાન સાથે લિંક કરાવો

જે લોકોના આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024 કે તે પહેલા બનેલા છે, તેઓ 31 ડિસેમ્બર પહેલા તેને પાન કાર્ડ સાથે લિંક કરાવી લે. અન્યથા તમારું પાન કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે. પાન કાર્ડ ઈનએક્ટિવ થવાથી તમે ન તો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશો, ન તો પેન્ડિંગ રિફંડ મેળવી શકશો. આ ઉપરાંત બેંક એકાઉન્ટ કે મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત કામોમાં પણ મુશ્કેલી આવશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન 

જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી, તો તમે લેટ ફી સાથે 31 ડિસેમ્બર 2025 સુધી ફાઇલ કરી શકો છો. જો આમ નહીં કરો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા પર દંડ લગાવી શકે છે. ટેક્સ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બર પછી ITR ફાઇલ કરવા પર તમે રિફંડ ક્લેમ કરી શકશો નહીં. રિફંડના પૈસા સરકાર પાસે જશે.