હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતાની મુશ્કેલી વધી, મહિલાઓના ID કાર્ડ ચેક કરતા નોંધાયો કેસ
લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. હૈદરાબાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. હૈદરાબાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર માધવી લતાને લઇને નવો વિવાદ ઉભો થયો છે. હૈદરાબાદમાં એક બુથ પર મુસ્લિમ મહિલાઓના ID કાર્ડ ચેક કરતા માધવી લતા સામે કેસ નોંધવામાં આવ્યો છે.
માધવી લતા સામે નોંધાયો કેસ
માધવી લતા વિરૂદ્ધ મલકપેટ પોલીસ સ્ટેશનમાં IPC અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ID કાર્ડ ચેક કરતા જોવા મળી માધવી લતા
ભાજપના ઉમેદવાર માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોલિંગ બુથ પર મતદાન માટે બેઠેલી મહિલાઓના વોટર આઇડી કાર્ડ ચેક કરતી જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન માધવી લતા મહિલાઓને તેમના બુરખા હટાવીને પણ જોઇ રહ્યાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો અને ચૂંટણી પંચને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.








