મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી, અકસ્માતમાં 6ના મોત 

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં સોમવ

મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી, અકસ્માતમાં 6ના મોત 

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં સોમવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વખતે ગાડી નંબર KA 49 M 5054 એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી. જ્યાં બીજી તરફથી આવતી બસમાં ઘૂસી ગઇ હતી. જેના પગલે ધડાકાભેર ટક્કર થતાં મોટી જાનહાનિ થઇ હતી. 

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા 

બસ અને કાર વચ્ચેની આ ટક્કરમાં ઘટનાસ્થળે જ 6 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. બંને સિહોરા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. મૃતકોના પરિજનોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. 

મૃતકોની ઓળખ જાહેર કરાઈ 

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 4 લોકોની યાદી જાહેર કરવામાં આવી હતી જે નીચે મુજબ છે. અન્ય બેના નામ હજુ જાહેર કરાયા નથી. જ્યારે અન્ય બે ઘાયલોની ઓળખ સદાશિવ અને મુસ્તાક તરીકે થઇ છે. મુસ્તાક ગાડીનો ડ્રાઈવર હોવાની જાણકારી મળી રહી છે. 

1. વિરુપક્સિ ગુમતી 

2. બસ્વરાજ કુરતિ 

3. બાલાચંદ્ર 

4. રાજુ 

આ સમાચાર શેર કરો