VIDEO: વાશીમાં ઝાડ પડવાથી કાર ક્ષતિગ્રસ્ત
નવી મુંબઈના વાશી વિસ્તારમાં આજે પ્રતિકૂળ હવામાન અને તેજ પવનને કારણે એક દુર્ઘટના બની હતી. રસ્તા પર ઉભેલી એક કાર પર અચાનક

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આજે પ્રતિકૂળ હવામાન અને તેજ પવનને કારણે એક દુર્ઘટના બની હતી. રસ્તા પર ઉભેલી એક કાર પર અચાનક મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તેજ પવન અને વરસાદને પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રસ્તા પરથી વૃક્ષ દૂર કરીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.




