VIDEO: સતત વરસી રહેલા મુસળધાર વરસાદ અને તેજ પવનોને કારણે મુંબઈના વ્યસ્ત એવા ચર્ચગેટ સ્ટેશન નજીક એક વિશાળ ઝાડ જમીનમાંથી ઉખડીને રસ્તા પર તૂટી પડ્યું હતું
સોર્સ : gstv
મુંબઈમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદ અને તેજ પવનોને કારણે દક્ષિણ મુંબઈના વ્યસ્ત એવા ચર્ચગેટ સ્ટેશન નજીક એક વિશાળ ઝાડ જમીનમાંથી ઉખડીને રસ્તા પર તૂટી પડ્યું હતું. આ ઘટનાને કારણે હાઈવે અને સ્ટેશન તરફ જતો વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. સદનસીબે, અકસ્માત સમયે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. વિઝ્યુઅલ્સમાં મહાનગરપાલિકા ના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી ઝાડની ડાળીઓ કાપી રસ્તો સાફ કરતા જોવા મળે છે. મુંબઈમાં આગામી ૨૪ કલાક માટે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

