મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી સરકારનો મોટો નિર્ણય, વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી

'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. 'એક દેશ, એક ચૂંટણી'ને લઇને ઉચ્ચ સ્તરીય સમિતિના રિપોર

મોદી સરકારનો મોટો નિર્ણય, વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી

'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. 'એક દેશ, એક ચૂંટણી'ને લઇને ઉચ્ચ સ્તરીય સમિતિના રિપોર્ટ કેન્દ્રીય મંત્રી મંડળ સામે મુકવામાં આવ્યો હતો. કેબિનેટની હવે મંજૂરી મળી ગઇ છે. કહેવામાં આવે છે કે સરકાર આગામી શિયાળુ સત્રમાં તેને રજૂ કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા ધરાવતી સમિતિએ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. કેબિનેટ સામે રિપોર્ટ રજૂ કરવો કાયદા મંત્રાલયના 100 દિવસના એજન્ડાનો ભાગ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી વન નેશન વન ઇલેક્શનની વાત કરતા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું, 'હું તમામને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને મેળવવા માટે એક સાથે આવવાનો અનુરોધ કરૂ છું, જે સમયની માંગ છે.' લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દા પર કહ્યું હતું કે સરકારના પુરા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી થતી રહેવી ના જોઇએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, હું હંમેશાથી કહું છું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઇએ. પુરા 5 વર્ષ રાજકારણ ના થવું જોઇએ.

કેન્દ્રની NDA સરકારમાં ભાજપ સિવાય ચંદ્રબાબુ નાયડુની TDP, નીતિશ કુમારની JDU અને ચિરાગ પાસવાનની LJP (R) જેવી મોટી પાર્ટીઓ છે. JDU અને LJP(R) તો એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે જ્યારે TDPએ તેના પર કોઇ જવાબ આપ્યો નથી. JDU અને LJP (R)એ એક દેશ, એક ચૂંટણી એમ કહેતા સમર્થન કર્યું હતું કે તેનાથી સમય અને પૈસાની બચત થશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, CPM અને BSP સહિત 15 પાર્ટીએ કોઇ જવાબ આપ્યો નથી.

જો સરકાર આ ભલામણો લાગુ કરે તો કયા રાજ્યમાં શું પરિસ્થિતિ સર્જાશે 

  • 5 વર્ષનો કાર્યકાળ: 2024માં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં લોકસભાની સાથે સાથે જ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. એવામાં અહીં 2029માં જ કાર્યકાળ સમાપ્ત થશે. હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં છ મહિના અગાઉ વિધાનસભા ભંગ કરવી પડશે. 
  • ચાર વર્ષનો કાર્યકાળ: ઝારખંડ, બિહાર અને દિલ્હી 
  • ત્રણ વર્ષનો કાર્યકાળ: વર્ષ 2026માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ, પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી થશે. પણ વન નેશન વન ઈલેક્શનના કારણે અહીં 2029માં ફરી ચૂંટણી કરાવવી પડશે. આમ આ રાજ્યોની વિધાનસભા ત્રણ વર્ષમાં ભંગ કરવી પડશે. 
  • બે વર્ષનો કાર્યકાળ: ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં 2027માં વિધાનસભા ચૂંટણી થશે અને બે વર્ષમાં વિધાનસભા ભંગ કરી દેવાશે.
  • એક વર્ષનો કાર્યકાળ: હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, તેલંગાણા, મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન. 
  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 2028ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવવાની છે. એવામાં એવું પણ બની શકે કે આ રાજ્યોમાં 2028ની ચૂંટણી સ્થગિત કરી સીધી 2029માં ભેગી ચૂંટણી જ થાય. 

    જો કોઈ રાજ્ય સરકાર પાંચ વર્ષ ન ચાલે તો? 

    ભારતમાં ઘણા રાજ્યોમાં ગઠબંધનથી સરકાર ચાલે છે. ઘણીવાર રાજ્ય સરકારો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલા જ પડી ભાંગે છે. એવી સ્થિતિ માટે પણ સમિતિએ ભલામણ કરી છે. જો વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમત ન મળે તો સૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવશે. જો સરકાર પાંચ વર્ષ નહીં ચાલે તો ફરી ચૂંટણી કરાવાશે પણ તેનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં રહે. માની લો કે કોઈ રાજ્યમાં 2029માં સરકાર બની પણ 2032માં સરકાર પડી ભાંગી તો 2032માં જ ચૂંટણી તો ફરી ચૂંટણી તો થશે જ પણ તેનો કાર્યકાળ 2034 સુધીનો જ રહેશે. લોકસભા ચૂંટણી થાય ત્યારે ફરી તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થશે.

આ સમાચાર શેર કરો