VIDEO: વડોદરાની માંજલપુર સહિત 3 રાજ્યોની 3 બેઠકો પર પેટાચૂંટણી: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ
દેશના ત્રણ રાજ્યોની ત્રણ મહત્વપૂર્ણ વિધાનસભા બેઠકો પર આજે, 30 જુલાઈના રોજ પેટાચૂંટણી (By-elections) માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિહારની બાંકીપુર (Bankipur), મધ્ય પ્રદેશની દતિયા (Datia) અને ગુજરાતની માંજલપુર (Manjalpur) બેઠક પર સવારે 7:00 વાગ્યાથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
આ તમામ બેઠકો પર 30 જુલાઈએ સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી વોટિંગ થશે, જ્યારે ચૂંટણી પરિણામો (Election Results) 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.
ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
વડોદરા જિલ્લા હેઠળ આવતી માંજલપુર વિધાનસભા બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
-
રાજકીય ઇતિહાસ (Political History): વર્ષ 2008માં સીમાંકન (Delimitation) બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર ભાજપનો સતત દબદબો રહ્યો છે. સ્વ. યોગેશ પટેલે 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં સતત જીત હાસિલ કરી હતી.
-
મુખ્ય સ્પર્ધા: આ બેઠક પર મુખ્ય સીધી ટક્કર ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે જોવા મળી રહી છે.
બિહારની બાંકીપુર બેઠક પર ત્રિપાંખિયો જંગ (Triangular Contest)
બિહારની બાંકીપુર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય નિતિન નવીન રાજ્યસભામાં (Rajya Sabha) ચૂંટાઈ આવતા અને એપ્રિલ મહિનામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
-
મુખ્ય ઉમેદવારો: ભાજપના ગઢ ગણાતી આ સીટ પર આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે.
-
જન સુરાજ (Jan Suraaj): પ્રશાંત કિશોર
-
ભાજપ (BJP): નીરજ કુમાર સિંહા
-
આરજેડી (RJD): રેખા ગુપ્તા
મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર કડક મુકાબલો
મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીને છેતરપિંડીના એક કેસમાં ત્રણ વર્ષની જેલની સજા થતાં એપ્રિલમાં તેમનું સભ્યાપદ રદ (Disqualified) કરવામાં આવ્યું હતું.
-
રાજકીય ગણિત: 2008થી 2018 સુધી આ બેઠક પર ભાજપના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનો દબદબો હતો. જોકે, 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ નરોત્તમ મિશ્રાને 7,500થી વધુ મતોથી હરાવ્યા હતા.
-
આ પેટાચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે.
-

