Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Arrival of new Neer in North Gujarat's Jivadori Dharoi Dam, 1528 cusecs of water income!

VIDEO: ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરનું આગમન, ૧૫૨૮ ક્યુસેક પાણીની આવક!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદના કારણે સતત નવા પાણીની આવક થઈ રહી છે. હાલમાં ધરોઈ જળાશયમાં ૧૫૨૮ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેનાથી ડેમમાં સ્થિતિ ઉત્સાહજનક બની છે. સતત આવકના પગલે ડેમમાં હાલ પાણીનો કુલ જથ્થો ૪૫.૯૯ ટકા સુધી પહોંચી ગયો છે. ઉત્તર ગુજરાતના છ જેટલા જિલ્લાઓ માટે ધરોઈ ડેમ પીવાના અને સિંચાઈના પાણીનો મુખ્ય સ્ત્રોત હોવાથી આ પાણી ખૂબ મહત્વનું સાબિત થશે. જળાશયની સપાટીમાં સતત થઈ રહેલા વધારાને કારણે આગામી સમયમાં ખેતી અને પીવાના પાણીની ચિંતા દૂર થતાં ખેડૂતો સહિત સ્થાનિક રહીશોમાં આનંદની લહેર ફરી વળી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News