VIDEO: વડોદરાની સાયન્સ ફેકલ્ટીમાં નજીવી બાબતે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ભીષણ મારામારી
સોર્સ : gstv
વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એબીવીપી અને એનએસયૂઆઈ ના કાર્યકરો વચ્ચે હિંસક મારામારી થતાં સમગ્ર કેમ્પસમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી. આજે માત્ર એકબીજાની સામે જોવાની નજીવી બાબતમાં બંને જૂથના નેતાઓ આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બિચકતાં વાત છુટાહાથની મારામારી પર પહોંચી ગઈ હતી. સ્થિતિ વણસતા અન્ય વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો, જ્યારે દર વખતની જેમ સિક્યુરિટી સ્ટાફ ગેરહાજર જણાતા ભારે નારાજગી જોવા મળી હતી.

