VIDEO: EVENING BULLETIN/ પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું ગુરુદ્વારા તોડાતા ભારત નારાજ, ભારતમાં હોત તો CEO ન બની શકી હોત- ઈન્દ્રા નૂયી, વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર
1) પીએમ મોદીએ જાપાનના પીએમને 'નાની બહેન' કહીને આવકાર્યા
ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. જાપાનના પીએમ સના તકાઈચીના ભારત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી 'નાની બહેન' તરીકે સંબોધિત કર્યા હતા.
2) પાકિસ્તાનમાં ૧૨૫ વર્ષ જૂનું ગુરુદ્વારા તોડાતા ભારત નારાજ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૧૨૫ વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા તોડી પડાતા ભારતમાં ભારે આક્રોશ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની આકરી નિંદા કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
3) ભારતમાં હોત તો CEO ન બની શકી હોત- ઈન્દ્રા નૂયી
પેપ્સિકોના પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતના વર્ક કલ્ચર અને સામાજિક વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચીનના વખાણ કરતા કહ્યું કે, ભારતમાં હોત તો તેઓ ક્યારેય આ મુકામ પર ન પહોંચી શક્યા હોત.
4) યુઝરનેમ' વૈકલ્પિક, કોઈ તમને સર્ચ નહીં કરી શકે
યુઝરનેમ ફીચરને લઈને વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે એપ પર યુઝરનેમ સેટ કરવું દરેક માટે ફરજિયાત નથી, પરંતુ તે તદ્દન વૈકલ્પિક રહેશે. આ ફીચર પાછળનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો છે, જેથી કોઈને પોતાનો પર્સનલ ફોન નંબર આપ્યા વિના પણ માત્ર યુઝરનેમ દ્વારા ચેટ કરી શકાય.
5) માંગરોળમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા!
જુનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી નોળી નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. લંબોરા અને વીરપુર સહિતના અનેક ગામોનો સંપર્ક તૂટતાં તંત્ર હવે ટેલિફોનિક માધ્યમથી નજર રાખી રહ્યું છે.
6) એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રોફેસરોની અછત
રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં AI અને રોબોટિક્સ જેવા નવા કોર્સ શરૂ કરાયા, પણ ભણાવવા માટે સ્ટાફ જ નથી! ૧૮ માંથી ૯ કોલેજમાં પ્રિન્સિપાલ જ નથી.
7) વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે. ૩૦ જુલાઈએ મતદાન અને ૩ ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
8) લોકાર્પણ પહેલાં જ રિવરફ્રન્ટમાં તિરાડો!
સુરેન્દ્રનગરમાં ૬.૫૦ કરોડના ખર્ચે બનેલા રિવરફ્રન્ટના લોકાર્પણ પહેલાં જ મોટી તિરાડો પડી ગઈ છે! ભ્રષ્ટાચાર છુપાવવા કોન્ટ્રાક્ટરે તિરાડો પર ડામર ભરી દેતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

