VIDEO: EVENING BULLETIN / ટ્રમ્પ સરકારનો ભારતને લઈને મોટો નિર્ણય, વેનેઝુએલાથી આવેલા ભારતીય નાવિકના મૃતદેહમાંથી અંગો ગાયબ, નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ
ટ્રમ્પ સરકારનો ભારતને લઈને મોટો નિર્ણય
અમેરિકા અને ભારત વચ્ચે મોટા વેપાર કરારના સંકેતો વચ્ચે ટ્રમ્પ સરકારે ભારતીય કંપનીઓને મોટી રાહત આપી છે! રશિયા સાથે વેપાર કરવા બદલ પ્રતિબંધિત કરાયેલી 4 ભારતીય કંપનીઓને અમેરિકાએ પોતાની બ્લેકલિસ્ટ માંથી મુક્ત કરી દીધી છે.
ભારતીય નાવિકના મૃતદેહમાંથી અંગો ગાયબ
વેનેઝુએલામાં શંકાસ્પદ સંજોગોમાં મોતને ભેટેલા યુપીના નાવિકનો મૃતદેહ જ્યારે ભારત લવાયો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે! ભારતમાં કરાયેલા બીજા પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે મૃતકના શરીરમાંથી હાર્ટ, મગજ, ફેફસાં અને કિડની સહિતના તમામ મુખ્ય અંગો ગાયબ હતા!"
બાંગ્લાદેશમાં ભારત પ્રત્યેનો ક્રેઝ અકબંધ!
બે વર્ષના લાંબા વિરામ બાદ ભારતે બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા શરૂ કરતાં જ ઢાકામાં ભારતીય વિઝા સેન્ટર બહાર કિલોમીટરો લાંબી લાઈનો લાગી છે! વિઝા સેવા શરૂ થયાના માત્ર ૨૪ કલાકમાં જ 1.40 લાખથી વધુ અરજીઓ મળતા સ્પષ્ટ થાય છે કે લોકોમાં ભારતનું આકર્ષણ જરાય ઘટ્યું નથી.
રામ મંદિરની નોકરીઓમાં પણ કમિશનખોરી?
એયોધ્યા રામ મંદિરના દાનમાં ગેરરીતિના કેસ બાદ હવે પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની મુશ્કેલીઓ વધી છે! SITને આશંકા છે કે મંદિરમાં આશરે ૧૨૫ કર્મચારીઓની ભરતીમાં પણ મોટી ભલામણો અને કમિશનખોરી કે લાંચ લેવામાં આવી હોઈ શકે છે."
સુરતમાં મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
સુરતના ચર્ચિત નાસીર નગર મેગા ડિમોલિશન મામલે હાઈકોર્ટની ફટકાર બાદ આખરે તંત્ર જાગ્યું છે! તપાસ સમિતિના અહેવાલના આધારે બે કાર્યપાલક ઈજનેર સહિત ૫ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
જેતપર ખેડૂત આંદોલનને મળ્યું મોટું સમર્થન
વીજ લાઇન અને ટાવર ઉભા કરવા સામે જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વઢવાણ તાલુકાના ખેડૂતોએ પણ ખુલ્લો ટેકો આપ્યો છે! યોગ્ય વળતર અને દમનગીરી બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ ચીમકી આપી છે કે જરૂર પડ્યે તેઓ પણ જેતપરમાં ધામા નાખશે.
અમદાવાદમાં ફરી સ્ટંટબાજીનો વીડિયો વાયરલ
અમદાવાદના નાના ચિલોડા રિંગ રોડ પર લક્ઝુરિયસ કાર સાથે સ્ટંટ કરવાનો એક નવો વીડિયો વાયરલ થયો છે! ગાડી પર નંબર પ્લેટ વગર 'DK' લખીને જોખમી ડ્રાઇવિંગ કરનાર દીપક દેસાઈ અગાઉ જેલ જઈ ચૂક્યો છે, છતાં કાયદાના ડર વગર તેણે ફરી આ પરાક્રમ કર્યું છે.
નેશનલ હાઈવે 56ની નબળી કામગીરી સામે ખેડૂતોમાં રોષ
નસવાડી અને કોસીંદ્રા વચ્ચે કરોડોના ખર્ચે બનેલા નેશનલ હાઈવે ૫૬ પર પહેલા જ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે! નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોની વાવણી ધોવાઈ જતાં રોષ ફાટી નીકળ્યો છે.

