Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Iran's Missile Attack on US Military Bases, PM Modi Honored with Highest Award, Indian Coast Guard Soldier Fires His Rifle!

NEWS EVENING: અમેરિકી સૈન્ય મથકો પર ઈરાનનો મિસાઈલ એટેક, PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાને પોતાની રાઇફલથી ફાયરિંગ કર્યું!

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકી સૈન્ય મથકો પર ઈરાનનો મિસાઈલ એટેક!

App Store

ટ્રમ્પના અલ્ટીમેટમ વચ્ચે ઈરાનની સેનાએ કુવૈત અને બહેરીનમાં અમેરિકાના ૮ સૈન્ય ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે, પોતાની દરિયાકાંઠાની ચોકીઓ પર થયેલા હુમલાનો આ નિર્ણાયક જવાબ છે.

પીએમ મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા!

પીએમ મોદીને પર્યાવરણ સંરક્ષણ માટે સેશેલ્સના સર્વોચ્ચ સન્માન 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન' થી નવાજવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા અને ટકાઉ સમુદ્રી વિકાસ માટે ભારતના નેતૃત્વ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરે છે.

ભાજપના જ વરિષ્ઠ મંત્રીના નિવેદનથી મોટો વિવાદ!

મધ્ય પ્રદેશના ભાજપ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી રાજકીય હંગામો મચી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ દરેક વહીવટી અધિકારી પોતાને RSSના સભ્ય બતાવવાની હોડમાં લાગ્યા છે, આ નિવેદન બાદ કોંગ્રેસે તેને બ્યુરોક્રેસીની નિષ્પક્ષતા માટે મોટો ખતરો ગણાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં આરોપીઓના ઘરો પર દરોડા!

અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલે યુપી પોલીસે રવિવારે તમામ આરોપીઓના ઘરો પર એકસાથે દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં આશરે ₹79.85 લાખની રોકડ રિકવર કરાઈ છે અને બેંક ખાતાઓ સહિતની ગેરકાયદેસર મિલકતોની ઊંડી તપાસ ચાલી રહી છે.

એક્સ-ગર્લફ્રેન્ડ સાથે મરવા કારમાં જ બોમ્બ ફોડ્યો!

કર્ણાટકના તુમકુરૂમાં બ્રેકઅપથી નારાજ એક પાગલ પ્રેમીએ ચાલુ કારમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. પ્રેમિકાનું અપહરણ કરી તેને છરી મારતા તે કારમાંથી બહાર કૂદીને બચી ગઈ હતી, જ્યારે બોમ્બ વિસ્ફોટમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાને પોતાની જ રાઇફલથી ફાયરિંગ કર્યું!

ગાંધીનગરના સેક્ટર-1માં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસ કેમ્પસમાં ફરજ પરના એક 43 વર્ષીય જવાને રાઇફલ વડે ગોળીબાર કર્યો છે. લોહીથી લથપથ હાલતમાં જવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપ નેતા રાજુ કરપડા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર 'પોસ્ટર વોર'!

સુરેન્દ્રનગરમાં ભાજપ નેતા રાજુ કરપડા 'ગાયબ છે' તેવા પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કોંઢ ગામના ખેડૂતો વીજ કંપની સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે એક સમયના ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા બાદ મૌન થઈ ગયા હોવાનો પોસ્ટરમાં કટાક્ષ કરાયો છે.

ટિકિટ ચેકિંગ મુદ્દે મહિલા TTE સાથે છૂટાહાથની મારામારી!

મહેસાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા TTE અને મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જાહેરમાં મારામારીના દૃશ્યો સર્જાયા હતા. રેલવે સ્ટેશન પર અફરાતફરી મચાવનારી આ ઘટના બાદ પોલીસ બંને પક્ષોને પોલીસ મથકે લઈ ગઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.