જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 21ના મોત
જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં અખનૂરમાં મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકી હતી

જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં અખનૂરમાં મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 19 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયાની આશંકા છે. વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટનાને લઈને ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તર પ્રદેશના હાથરસથી જમ્મુ-કાશ્મીરના શિવ ઘોડી જઈ રહી હતી. ત્યારે ચોકી ચોરા વિસ્તારમાં બસ લગભગ 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્માતમાં ડઝનબંધથી વધુ શ્રદ્ધાળુ ઘાયલ
બીજી તરફ આ બનાવની જાણ થતા સ્થાનિક વહીવટીતંત્રનો સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
અખનૂરમાં બસ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. જ્યારે મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલ લોકોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.








