Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bundles of notes, gold ornaments and silver coins: Engineer finds 'Kuber's treasure' in raid

નોટોના બંડલ, સોનાના આભૂષણો અને ચાંદીના સિક્કા: દરોડામાં ઈજનેર પાસે મળ્યો 'કુબેરનો ખજાનો'

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
નોટોના બંડલ, સોનાના આભૂષણો અને ચાંદીના સિક્કા: દરોડામાં ઈજનેર પાસે મળ્યો 'કુબેરનો ખજાનો'
સોર્સ : gstv

બિહારની ઈકોનોમિક ઓફેન્સીસ યુનિટ અર્થાત ઈઓયુ (Economic Offences Unit - EOU) દ્વારા આવક કરતાં વધુ સંપત્તિના મામલે સાસારામના (Sasaram) સ્મોલ ઈરિગેશન ડિવિઝનના (Small Irrigation Division) એક્ઝિક્યુટિવ એન્જિનિયર (Executive Engineer) અરવિંદ કુમાર ચૌધરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EOU ની ટીમે બુધવારે સવારે તેમના ૬ અલગ-અલગ ઠેકાણાઓ પર એકસાથે દરોડા (Raids) પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અરવિંદ ચૌધરીએ તેમની જાણીતી આવક કરતાં આશરે રૂ. ૧,૧૯,૯૮,૫૩૪ વધુ એટલે કે ૮૫.૦૫ ટકા જેટલી અપ્રમાણસર સંપત્તિ (Disproportionate Assets) એકઠી કરી છે.

App Store

૬ અલગ-અલગ સ્થળોએ દરોડા

EOU ની ટીમો દ્વારા એકસાથે ૬ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પટનાના (Patna) દાનાપુર સ્થિત એપાર્ટમેન્ટનો ફ્લેટ, મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) આવેલું સાસરું, સાસારામ સ્થિત કાર્યપાલક ઈજનેરની કચેરી, ડેહરી ઓન સોન સ્થિત સરકારી આવાસ અને બાંકા (Banka) જિલ્લાના પીપરાડીહ ગામમાં આવેલું તેમનું પૈતૃક મકાન સમાવિષ્ટ છે.

દરોડા દરમિયાન કરોડોનો 'ખજાનો' મળ્યો

દરોડા દરમિયાન જે તસવીરો સામે આવી છે તેમાં વિપુલ પ્રમાણમાં રોકડ રકમ (Cash), સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, કિંમતી ઘડિયાળો, ચાંદીના વાસણો અને અનેક મહત્વના દસ્તાવેજો (Documents) મળી આવ્યા છે. એક તસવીરમાં નોટોના બંડલો, બ્રાન્ડેડ ઘડિયાળો અને ચાંદીના વાસણો દેખાઈ રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં સોનાના હાર, બંગડીઓ, કાનની વાળીઓ, વીંટીઓ અને ચાંદીના સિક્કા બોક્સમાં ગોઠવાયેલા જોવા મળે છે.

તપાસ બાદ સંપત્તિનું આંકલન થશે

હાલ EOU દ્વારા તમામ સ્થળો પરથી મળેલા દસ્તાવેજો, રોકડ અને આભૂષણોનું ચોક્કસ મુલ્યાંકન (Valuation) કરવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આ મામલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી.