મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચાર દાયકા જૂના ભાજપ કાર્યાલય પર ફર્યું બુલડોઝર, સ્થાનિક નેતાએ કહ્યું -ખેદજનક કૃત્ય

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન મ

ચાર દાયકા જૂના ભાજપ કાર્યાલય પર ફર્યું બુલડોઝર, સ્થાનિક નેતાએ કહ્યું -ખેદજનક કૃત્ય

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન મંગળવારે બલિયામાં ભાજપ કેમ્પ ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નગરપાલિકાની ટીમે બુલડોઝ ફેરવી કથિત રીતે કરાયેલા અતિક્રમણને દૂર કર્યું છે. 

મ્યુનિસિપલ કાઉન્સિલ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમની દેખરેખ હેઠળ બલિયામાં અતિક્રમણ હટાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અતિક્રમણ હટાવો અભિયાનની ટીમ ચિટ્ટુ પાંડે વિસ્તારના ઈન્દિરા માર્કેટ સ્થિત બીજેપી કેમ્પ ઓફિસ પર પહોંચી અને બુલડોઝર વડે ડિમોલિશન શરૂ કર્યું. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) રાજેશ કુમારે બુલડોઝરની કાર્યવાહીની પુષ્ટિ કરી અને કહ્યું કે નિયમિત કાર્યવાહીના ભાગરૂપે અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું.

જોકે વહીવટીતંત્રના આ પગલાની ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સિંહે આ કાર્યવાહીની નિંદા કરી અને કહ્યું કે આ કાર્યાલય લગભગ ચાર દાયકાથી ત્યાં હાજર છે. "વહીવટી તંત્રએ અયોગ્ય રીતે અમારી ઓફિસને નિશાન બનાવી છે. આ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને સિટી મેજિસ્ટ્રેટ દ્વારા ભ્રષ્ટાચાર અને અપ્રમાણિકતાનું અત્યંત ખેદજનક કૃત્ય છે," સિંહે આક્ષેપ કર્યો હતો.

સંભલમાં પણ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે

સંભલમાં વહીવટીતંત્ર ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીન પર બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યું છે. વાસ્તવમાં, અહીં વિજળી તપાસવા આવેલી ટીમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. વીજ ચેકિંગ દરમિયાન સંભલમાં એક મંદિર મળી આવ્યું જે 46 વર્ષથી બંધ હતું. જે બાદ વહીવટીતંત્રે લોકોને કહ્યું છે કે જેમણે અતિક્રમણ કર્યું છે તેમને હટાવી દો, નહીં તો બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો