Video: લખીમપુરમાં સરકારી જમીન પર બુલડોઝર

આસામના લખીમપુર જિલ્લાના બોરબિલ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવીને અંદાજે ૧૬ વીઘા સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કર્યું હતું. આ મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ૪૨ પરિવારોને સ્થળ પરથી હટાવીને જમીન સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી હતી. વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકારી મિલકતોને દબાણમુક્ત કરવા માટે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ કડક પગલું ભરવામાં આવ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા દળો ખડેપગે તૈનાત રહ્યા હતા અને પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
જાહેરાત










