Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BRICS open rebellion against US tariffs and sanctions: SoPo to Western countries as soon as' New Delhi Declaration 'is passed

અમેરિકી ટેરિફ અને પ્રતિબંધો સામે BRICSનો ખુલ્લો વિદ્રોહ: 'નવી દિલ્હી ઘોષણાપત્ર' પસાર થતાં જ પશ્ચિમી દેશોમાં સોપો

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકી ટેરિફ અને પ્રતિબંધો સામે BRICSનો ખુલ્લો વિદ્રોહ: 'નવી દિલ્હી ઘોષણાપત્ર' પસાર થતાં જ પશ્ચિમી દેશોમાં સોપો
સોર્સ : gstv

નવી દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટના અંતે સભ્ય દેશોએ સર્વસંમતિથી ઐતિહાસિક 'નવી દિલ્હી ઘોષણાપત્ર' પસાર કર્યું છે. આ ઘોષણાપત્રમાં વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડતા એકતરફી ટેરિફ અને આર્થિક પગલાં સામે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. WTOના નિયમો વિરુદ્ધના પગલાંની નિંદા કરતા, આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંવાદ અને કૂટનીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. પરમાણુ યુદ્ધના જોખમો સામે પણ સાવચેતી જણાવાઈ છે.

App Store

નવી દિલ્હી ઘોષણાપત્રમાં લેવાયેલા મુખ્ય સંકલ્પો

યુદ્ધ નિવારણ અને મૂળ કારણોનો ઉકેલ: સંઘર્ષો અને તણાવ અટકાવવાના પ્રયાસો ઝડપી બનાવવા પડશે. આ માટે વિવાદોની મૂળ વજહ સુધી પહોંચી તેને ઉકેલવા પર ભાર મુકાયો છે.
સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર માર્ગ: આંતરરાષ્ટ્રીય સ્તરના તમામ વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન માત્ર વાતચીત, પરસ્પર સલાહ-મસલત અને રાજદ્વારી માર્ગે જ થવું જોઈએ.
એકતરફી ટેરિફ અને આર્થિક દબાણનો વિરોધ: WTOના નિયમોનું ઉલ્લંઘન કરતા એકતરફી ટેરિફ અને નોન-ટેરિફ નિયંત્રણો સામે ઊંડી ચિંતા દર્શાવાઈ છે. આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ જઈને લાદવામાં આવતા આર્થિક દબાણવાળા પગલાંઓની આકરી નિંદા કરાઈ છે.
પરમાણુ જોખમ સામે સાવચેતી: વિશ્વમાં વધી રહેલા પરમાણુ ટકરાવ અને ન્યુક્લિયર ખતરા સામે સભ્ય દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ: સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વ્યવહારો સરળ બનાવવા અને સીમા પાર પેમેન્ટ્સને સરળ કરવા વ્યવહારુ પગલાં લેવા પર ચર્ચા ચાલુ રહેશે.
ગ્લોબલ સપ્લાય ચેઈન અને ઊર્જા પ્રવાહ: વૈશ્વિક વેપાર, સપ્લાય ચેઈન અને એનર્જીની અવિરત હેરફેર જાળવી રાખવા BRICS દેશો સાથે મળીને કામ કરશે.

ભારત મંડપમમાં મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી 18મી બ્રિક્સ શિખર પરિષદના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બ્રિક્સ સમિટમાં આવેલા મહાનુભાવો ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા Tedros Adhanom, ગૃહમંત્રી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને 16થી વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બ્રિક્સ દેશોના 160 કલાકારો અદભુત સંગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

યુએન સુરક્ષા પરિષદમાં સુધારાની તાતી જરૂર : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે તમામ બ્રિક્સ સભ્ય દેશોએ મળીને વૈશ્વિક સુધારા માટે કામગીરી કરવી પડશે. ભવિષ્ય સમાન હશે તો અધિકારો પણ સમાન હશે. બ્રિક્સ દેશોએ દુનિયાને સ્પષ્ટ મેસેજ આપવો પડશે. અમે કોઈના વિરોધી નથી. યુએન સુરક્ષા પરિષદમાં પણ સુધારા કરવાની તાતી જરૂર છે. તેનાથી જ લોકોનો ભરોસો તેનામાં વધશે. તમામ દેશોને યોગ્ય ભૂમિકા મળવી જોઈએ.

PM મોદી અને શી જિનપિંગની બેઠકના મુખ્ય મુદ્દા

લદ્દાખમાં થયેલા ડિસએન્ગેજમેન્ટ બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર લાંબા ગાળાની શાંતિ જાળવવી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર શાંતિ સ્થપાયા વગર દ્વિપક્ષીય સંબંધો સંપૂર્ણ સામાન્ય થઈ શકે નહીં.
તાજેતરમાં 6 સપ્ટેમ્બરે વાચા-દમાઈ બોર્ડર પોઈન્ટ ખાતે યોજાયેલી કોર્પ્સ કમાન્ડર સ્તરની પ્રથમ બેઠક બાદ પૂર્વીય સેક્ટરની સંવેદનશીલતા પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
5 વર્ષ બાદ ફરી શરૂ થયેલી સીધી ફ્લાઈટ્સ, વિઝા પ્રક્રિયામાં સરળતા અને કૈલાશ માનસરોવર યાત્રા તથા સરહદી વેપાર પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોની સમીક્ષા.
વર્ષ 2025-26 માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર લગભગ 151 અબજ ડોલર રહ્યો છે, જેમાં ચીનથી ભારતમાં 131 અબજ ડોલરની આયાત થઈ છે જ્યારે ભારતની નિકાસ માત્ર 19 અબજ ડોલર છે. આ 112 અબજ ડોલરની જંગી વેપાર ખાધ ઘટાડવા ભારતે વધુ માર્કેટ એક્સેસની માંગ કરી છે.
આ બેઠકમાં શી જિનપિંગ સાથે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના વરિષ્ઠ સભ્ય કાઈ કી અને વિદેશ મંત્રી વાંગ યી પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠક ભારત અને ચીન વચ્ચેના અવિશ્વાસને દૂર કરીને સરહદ પર કાયમી સ્થિરતા લાવવા માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.

બ્રિક્સને આગળ ધપાવવા ભારત અને ચીન હાથ મિલાવે: શી જિનપિંગ

બેઠકની શરૂઆતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીને પરસ્પર સહયોગ માટે આહ્વાન કરતાં કહ્યું કે, ભારત અને ચીન એકબીજાની તાકાત અને વિશેષતાઓમાંથી ઘણું શીખી શકે છે અને સહિયારો વિકાસ હાંસલ કરી શકે છે. તેમણે BRICS સહયોગને વધુ આગળ ધપાવવા માટે બંને દેશોને એકબીજા સાથે હાથ મિલાવીને ચાલવા અપીલ કરી હતી. ચીની રાષ્ટ્રપતિ લગભગ 7 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતની મુલાકાતે આવ્યા છે. આ અગાઉ તેઓ ઓક્ટોબર 2019માં ચેન્નાઈ નજીક મામલ્લાપુરમ ખાતે યોજાયેલી અનૌપચારિક સમિટ માટે ભારત આવ્યા હતા. તે પછી 2020ના ગલવાન સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો હતો.

આપણે ઈતિહાસના સાચા પક્ષ સાથે ઊભા રહેવું જોઈએ: શી જિનપિંગ

જિનપિંગે સંબોધનમાં કહ્યું કે, આજના આ સંકટના સમયમાં BRICS દેશોએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અગ્રણી ભૂમિકા ભજવવી જ પડશે. આપણે સૌએ કોઈપણ પ્રકારના દબાણ વગર, દ્રઢતાપૂર્વક 'ઇતિહાસના સાચા પક્ષે' ઊભા રહેવાનું છે. હું અને મારો દેશ BRICS સભ્ય દેશો સાથે ખભેથી ખભો મિલાવીને પશ્ચિમ એશિયા અને ગલ્ફ રિજનમાં ફરી શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે અમારી યોગ્ય ભૂમિકા ભજવવા સંપૂર્ણપણે તૈયાર છીએ.

ચીનના પ્રમુખ શી જિનપિંગે સભ્ય દેશોને સંબોધતા સીધું કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે સમગ્ર પ્રદેશના નિર્દોષ લોકોને અત્યંત ગંભીર અને અસહ્ય નુકસાન પહોંચાડ્યું છે. આ લોહીયાળ સંઘર્ષ આંતરરાષ્ટ્રીય સમુદાયના સામાન્ય હિતોની વિરુદ્ધ છે અને તે કોઈનું પણ ભલું કરી શકે તેમ નથી.

ઈરાન અને યુએઈના નેતાઓની બેઠક 

દરમિયાન, સમિટની સાથોસાથ પશ્ચિમ એશિયાની રાજનીતિને લઈને પણ નવી દિલ્હીમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને BRICS સમિટની સાઈડલાઈન્સ પર યુનાઈટેડ આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ અને હોર્મુઝ તથા બાબ અલ-મંદેબ જળમાર્ગો પર ચાલી રહેલા સંકટ વચ્ચે ખાડી ક્ષેત્રના આ બે અગ્રણી દેશોના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને નેતાઓ વચ્ચે થયેલી ગુપ્ત અને વ્યૂહાત્મક વાતચીતની વિસ્તૃત વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

2027માં ચીન બનશે બ્રિક્સનું અધ્યક્ષ: શી જિનપિંગ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18મી BRICS શિખર પરિષદ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગે વૈશ્વિક સુરક્ષા અને પશ્ચિમ એશિયાના સંઘર્ષો અંગે અત્યંત મહત્વપૂર્ણ સંબોધન કર્યું છે. જિનપિંગે BRICS દેશોને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં અગ્રેસર ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. શી જિનપિંગે કહ્યું કે, આ સંઘર્ષ પ્રાદેશિક લોકો માટે મોટું નુકસાન લાવી રહ્યો છે અને તે આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં બિલકુલ નથી. વર્ષ 2027 માં ચીન BRICSનું અધ્યક્ષપદ સંભાળશે અને BRICS સમિટનું આયોજન કરશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News