Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'BRICS is not just a group of countries, but a system of solutions', PM Modi

'બ્રિક્સ એ માત્ર દેશોનું જૂથ નથી, પરંતુ ઉકેલોની એક સિસ્ટમ છે', સમિટના સમાપન ભાષણમાં બોલ્યા PM મોદી

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
'બ્રિક્સ એ માત્ર દેશોનું જૂથ નથી, પરંતુ ઉકેલોની એક સિસ્ટમ છે', સમિટના સમાપન ભાષણમાં બોલ્યા PM મોદી
સોર્સ : gstv

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં યોજાયેલું 18મું બ્રિક્સ સંમેલન પૂર્ણ થયું છે. આ સંમેલનની અધ્યક્ષતા કરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાપન મંતવ્ય આપતા કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને પણ શુભકામનાઓ પાઠવી છે.

App Store

બ્રિક્સ એ ઉકેલો લાવતી એક મજબૂત વ્યવસ્થા: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, '18મા બ્રિક્સ શિખર સંમેલનના સમાપન પર હું આપ સૌની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આપના મહત્વપૂર્ણ વિચારો અને સૂચનોએ આપણા સહયોગને વ્યાપકતા પણ આપી છે અને ઊંડાણ પણ આપ્યું છે. આપની ઉપસ્થિતિ BRICSની વધતી પ્રાસંગિકતા, ખુલ્લાપણા અને સમાવેશીતાનું પ્રતીક છે. છેલ્લા બે દિવસની આપણી ચર્ચાઓએ આપણો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે કે બ્રિક્સ એ માત્ર દેશોનું જૂથ નથી, પરંતુ ઉકેલોની એક સિસ્ટમ છે.'

ગ્રાઉન્ડ લેવલ પર પરિણામો આપશે નવી દિલ્હી ડીક્લેરેશન

તેમણે કહ્યું, 'અમને આશા છે કે આ સમિટમાં અપનાવવામાં આવેલું 'નવી દિલ્હી ઘોષણાપત્ર' આપણી સામાજિક સોચ અને ભવિષ્યના સહયોગ માટે એક સ્પષ્ટ દિશા આપશે. આપણે તમામ પરિણામોને નિર્ધારિત સમયમર્યાદા ધરાવતા કાર્યોમાં બદલવા પડશે, જેની અસર જમીની સ્તર સુધી દેખાય. આપણે મળીને એ સુનિશ્ચિત કરીશું કે આપણું ફ્રેમવર્ક માત્ર કાગળની કામગીરી સુધી સીમિત ન રહે, પરંતુ વાસ્તવિક જીવનમાં નક્કર અસર પાડે.'

ચીનને આગામી બ્રિક્સની યજમાની માટે શુભકામનાઓ

તેમણે કહ્યું, 'બ્રિક્સ હવે તેના ત્રીજા દાયકામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. દુનિયા હવે આપણી પાસેથી માત્ર વિચારો અને વચનોની જ નહીં, પરંતુ નક્કર પરિણામોની આશા રાખે છે. મને વિશ્વાસ છે કે આપણે આપણા સામૂહિક પ્રયાસોથી આ અપેક્ષાઓ પર ચોક્કસપણે ખરા ઉતરીશું. હું BRICSની આગામી યજમાની માટે ચીનને ફરી એકવાર શુભકામનાઓ આપું છું. નવી દિલ્હી સમિટને સફળ બનાવવા માટે હું આપ સૌની અને આપની ટીમોની વિશેષ રૂપે પ્રશંસા કરું છું. હું આપ સૌની સુખદ અને સુરક્ષિત યાત્રાની કામના કરું છું.'

ભારત માટે મોટી રાજદ્વારી સફળતા સાબિત થઈ સમિટ

બીજી તરફ, સંમેલનના સમાપન પહેલા ચીન અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પોતપોતાનો પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરી ગયા છે. દિલ્હી ડીક્લેરેશન પ્રસ્તાવની સ્વીકૃતિને ભારત સૌથી મોટી કૂટનૈતિક જીત તરીકે જોઈ રહ્યું છે.