બોમ્બે હાઇકોર્ટે ગેન્ગસ્ટર છોટા રાજનને આપ્યા જામીન, આ કેસમાં આજીવન કેદની થઇ હતી સજા
2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઇકોર્ટે ગેન્ગસ્ટર છોટા રાજનને જામીન આપ્યા છે. આ વર્ષની શરૂઆતમ

2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઇકોર્ટે ગેન્ગસ્ટર છોટા રાજનને જામીન આપ્યા છે. આ વર્ષની શરૂઆતમાં છોટા રાજનને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝનલ બેન્ચે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.
અંડરવર્લ્ડ ડૉન છોટા રાજને 2001માં હોટલ માલિક જય શેટ્ટીની હત્યાકાંડમાં સજા રદ કરવા અને જામીનની માંગ કરતા બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. CBIએ છોટા રાજનની અરજીનો વિરોધ કર્યો હતો.મુંબઇની એક વિશેષ CBI કોર્ટે દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઘટનામાં સામેલ ત્રણ અન્ય શૂટર્સને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
4 મે 2001માં થઇ હતી હત્યા
સાઉથ મુંબઇમાં 'ગોલ્ડન ક્રાઉન' હોટલના માલિક જય શેટ્ટીની મે 2001માં તેમની ઓફિસ સામે બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ એક આરોપી અજય સુરેશ મોહિતે ઉર્ફ અજય સૂરજભાન શ્રેષ્ઠ ઉર્ફ અજય નેપાલી ઉર્ફ ચિકના હથિયારો સાથે પકડાયો હતો. તેના પર જય શેટ્ટીને ગોળી મારવાનો આરોપ હતો, તેનો સાથી કુંદનસિંહ રાવત ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ બાદમાં તેને પકડી લેવામાં આવ્યો હતો.






