ગૃહમંત્રાલય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, MHA અધિકારીને ઇમેલ મળ્યો
નવી દિલ્હીમાં ગૃહમંત્રાલય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.દિલ્હીમાં સ

નવી દિલ્હીમાં ગૃહમંત્રાલય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.દિલ્હીમાં સ્કૂલો બાદ હવે ગૃહમંત્રાલય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાકર્મીઓ દોડતા થયા છે.
આ ઇમેલ ગૃહમંત્રાલયના સીનિયર અધિકારીઓને મળ્યો હતો. કહેવામાં આવે છે કે બુધવાર બપોરે 3 વાગ્યે આ ઇમેલ આવ્યો હતો. તે બાદ સુરક્ષાકર્મી અને પોલીસે બિલ્ડિંગને ચેક કરી હતી પણ કઇ શંકાસ્પદ મળ્યું નહતું. તે બાદ દિલ્હી પોલીસે આ ધમકીના ઇમેલને ફેક ગણાવ્યો હતો.




