મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુથી જોધપુર જતી ટ્રેનમાં બોમ્બના સમાચાર, પંજાબના ફિરોઝપુરમાં સર્ચ ઓપરેશન

જમ્મુ તાવીથી જોધપુર આવતી ટ્રેનને પંજાબના ફિરોઝપુરમાં રોકવામાં આવી છે. આ ટ્રેનમાં બોમ્બના સમાચાર મળ્યા છે. ટ્રેનને રોકીને

જમ્મુથી જોધપુર જતી ટ્રેનમાં બોમ્બના સમાચાર, પંજાબના ફિરોઝપુરમાં સર્ચ ઓપરેશન

જમ્મુ તાવીથી જોધપુર આવતી ટ્રેનને પંજાબના ફિરોઝપુરમાં રોકવામાં આવી છે. આ ટ્રેનમાં બોમ્બના સમાચાર મળ્યા છે. ટ્રેનને રોકીને તપાસ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ રીઝનમાં આતંકી ઘટનાઓ વધી છે એવામાં એજન્સીઓ પણ આતંકી ઘટનાને લઇને એલર્ટ રહે છે. મળતી માહિતી અનુસાર બોમ્બની સૂચના મળ્યા બાદ ટ્રેનને રોકવામાં આવી હતી અને તપાસ માટે એજન્સીઓ પહોંચી ગઇ છે. બે કલાક ટ્રેનની તપાસ કરવામાં આવી છે પણ કોઇ બોમ્બ મળ્યો નથી.


ટ્રેન નંબર 9226માં બોમ્બની સૂચના મળી છે. સૂચના મળતા જ પંજાબના ફિરોઝપુરના કાસુ બેગુ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રેલવે સ્ટેશન પર જ આખી ટ્રેનને ખાલી કરવામાં આવી છે અને ચેકિંગ કરવામાં આવ્યું છે.

જમ્મુથી જતા સમયે ટ્રેને ફિરોઝપુર રેલવે સ્ટેશને ક્રોસ કર્યું હતું ત્યારે કંટ્રોલ રૂમ પર સુરક્ષા એજન્સીઓએ ઇનપુટ આપ્યા હતા. ઇનપુટ હતા કે ટ્રેનમાં બોમ્બ હોઇ શકે છે. ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને હજુ સુધી કોઇ આપત્તિજનક વસ્તુ મળી નથી. મહત્ત્વપૂર્ણ છે કે ફિરોઝપુરથી ટ્રેન સવારે 7.30 વાગ્યે રવાના થઇ હતી. RPF પાસે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું કે ટ્રેનમાં બોમ્બ છે.

સિક્યુરિટી ટીમે તપાસ શરૂ કરી

સિક્યુરિટી ટીમે તપાસ શરૂ કરી દીધી છે. SSP સૌમ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે ત્રણ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ પહોંચી રહી છે. BSF અને પંજાબ પોલીસના ડૉગ સ્કવોર્ડ ટીમ તપાસમાં જોડાઇ ગઇ છે. મુસાફરોને ટ્રેનથી ઉતારીને ત્યા સુરક્ષિત સ્થળો પર રોકવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો