પશ્ચિમ બંગાળ/ દક્ષિણ 24 પરગણામાં મતગણતરી પહેલા બોમ્બ બ્લાસ્ટ, 5 લોકો ઘાયલ
મતગણતરી પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના બોમ્બ વિસ્ફોટ થયો છે

મતગણતરી પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના બોમ્બ વિસ્ફોટ થયો છે આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં ISF પંચાયતનો એક નેતા પણ સામેલ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કોસીપોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચાલતાબેરિયામાં સોમવારે રાત્રે બોમ્બ વિસ્ફોટ થયો હતો. અહીં ગેરકાયદે દેશી બોમ્બ બનાવવાનું કામ ચાલતું હતું. આ બ્લાસ્ટમાં પાંચ લોકો ઘાયલ થયા છે. શરૂઆતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ વધુ બગડતાં તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે આ પહેલા જાદવપુર મતવિસ્તારના ભાંગરમાં 1 જૂને મતદાન દરમિયાન હિંસા થઈ હતી.






