Video: રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવી દેવા રેલવે ટ્રેક પર બ્લાસ્ટ

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે મોટો ધડાકો થતાં ચકચાર મચી ગઈ છે. ગામ 50 જીબી નજીક રેલવે ટ્રેક પર થયેલા બ્લાસ્ટને પગલે અનૂપગઢથી બઠિંડા જઈ રહેલી પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવાનું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટો બાદ ધડાકો થતાં મોટી દુર્ઘટના ટળી હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બ્લાસ્ટમાં રેલવે ટ્રેકના બે થી ત્રણ સિમેન્ટ સ્લીપર ક્ષતિગ્રસ્ત થયા હતા અને ટ્રેકના ક્લિપર પણ અલગ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં શ્રીગંગાનગરના એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ATS, FSL અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસ આતંકી ષડયંત્ર કે તોડફોડની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
જાહેરાત







