ઉદ્ધવની પાર્ટી સાથે ગઠબંધન કરવા માંગે છે ભાજપ, સંજય રાઉતનો મોટો દાવો
શિવસેના (UBT) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે સત્તા પર રહેલી ભાજપના કેટલાક નેતા ઉદ્

શિવસેના (UBT) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે સત્તા પર રહેલી ભાજપના કેટલાક નેતા ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન કરવા માંગે છે. સંજય રાઉતે કહ્યું કે જોકે, શિવસેના (UBT)ની અંદર આવી કોઇ ચર્ચા થઇ નથી પરંતુ પાર્ટીના કેટલાક સભ્ય આવી ભાવનાઓ રાખી શકે છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દાવાને ફગાવી દીધો છે.
સંજય રાઉતનો મોટો દાવો
સંજય રાઉતે આ ટિપ્પણી ઠાકરેના સહયોગી અને વિધાન પરિષદના સભ્ય મિલિંદ નાર્વેકર અને ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટિલ વચ્ચે બુધવાર રાત્રે ધારાસભ્ય પરાગ અલવાનીની દીકરીના લગ્ન પ્રસંગમાં શિવસેના પ્રમુખની હાજરીમાં વાતચીત બાદ સામે આવી છે. ભાજપના અલવાની મુંબઇના વિલે પાર્લેથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું કે ઠાકરેના અલવાની સાથે સારા સંબંધ છે.
લગ્ન સમારંભમાં સામેલ લોકોએ જણાવ્યું કે નાર્વેકરે પાટિલ સાથે મજાકમાં કહ્યું, 'આ સારૂં છે કે પત્રકાર અહીં નથી..નહીં તો તે કહેશે કે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે.' પાટિલે પણ મજાકમાં કહ્યું, 'આ એક સુવર્ણ ક્ષણ હશે.' સંજય રાઉતે કહ્યું, 'પાટિલ ભાજપની જૂની પેઢીના છે જે શિવસેના-ભાજપના સંબંધોના મહત્ત્વને સમજે છે. આ 25 વર્ષો સુધી સારી રીતે કામ કરતા રહ્યાં છે.'
આ કાર્યક્રમમાં સત્તા પર રહેલી મહાયુતિના નેતા પણ સામેલ થયા હતા (જેમાં ભાજપ,એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના નેતા) પણ સામેલ થયા હતા. આ સિવાય ફિલ્મ પ્રોડ્યુસર મધુર ભંડારકર, શિવાજી સાટમ અને સચિન ખેડેકર સહિત બોલિવૂડના લોકો પણ સામેલ થયા હતા.
સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું, 'ચંદ્રકાંત પાટીલ (ભાજપ-શિવસેના ગઠબંધન)ની લાગણીઓ ભાજપના અન્ય ઘણા લોકોની પણ લાગણીઓ છે. હું તેમના વિચારોની કદર કરું છું. અમે MVAમાં ગયા તેનું કારણ ભાજપના કેટલાક લોકો હતા. આપણી મૂળ શિવસેના છોડીને બનેલી નવી 'ડુપ્લિકેટ શિવસેના'ને ભાજપે સંપૂર્ણ ટેકો આપ્યો છે. જે આપણો અધિકાર હતો તે એકનાથ શિંદેને આપવામાં આવ્યો.
જ્યારે સંજય રાઉતને ભાજપ અને શિવસેના (UBT) વચ્ચેના સંભવિત જોડાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપમાં ઘણા લોકો છે જે ચંદ્રકાંત પાટીલ જેવું વિચારે છે. અમે આ અંગે સતત ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ આ સમયે, આપણે 'વેટ એન્ડ વોચ'ની નીતિ પર છીએ. જોકે, આપણે પહેલાથી જ જાણીએ છીએ કે આગળ શું થવાનું છે. મને શંકા છે કે એકનાથ શિંદે ભાજપ સાથે કેટલો સમય રહી શકશે. તે ફક્ત સત્તા અને પૈસાના જોરે ટકી રહે છે.
ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લેશે
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે ભાજપ અને શિવસેનામાં ઘણા લોકોનું માનવું છે કે બંને પક્ષોએ સાથે રહેવું જોઈએ. કારણ કે તે એક કુદરતી જોડાણ છે. જોકે, તેમણે કહ્યું છે કે આ અંગે કોઈપણ નિર્ણય ફક્ત ઉદ્ધવ ઠાકરે જ લેશે.








