મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દુ:ખદ : ભાજપના સાંસદ રાજવીર દિલેરનું  હાર્ટએટેકથી નિધન, આ વખતે કપાઈ હતી ટિકિટ

એક તરફ હાથરસ લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ બેઠકના વર્તમાન ભાજપના સાંસદ ર

દુ:ખદ : ભાજપના સાંસદ રાજવીર દિલેરનું  હાર્ટએટેકથી નિધન, આ વખતે કપાઈ હતી ટિકિટ

એક તરફ હાથરસ લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ બેઠકના વર્તમાન ભાજપના સાંસદ રાજવીર દિલેરનું બુધવારે હાર્ટએટેકથી નિધન થયું છે.

ભાજપે અનુપ વાલ્મિકીને મેદાનમાં ઉતાર્યા

રાજવીર સિંહ દિલેરના પિતા કિશન લાલ દિલેર 1996 થી 2004 સુધી સતત ચાર વખત હાથરસ બેઠક પરથી સાંસદ હતા. આ વખતે ભાજપે 2024ની ચૂંટણીમાં સાંસદ રાજવીર દિલેરની ટિકિટ રદ કરી હતી. તેમના સ્થાને ભાજપે હાથરસ બેઠક પરથી અનુપ વાલ્મિકીને મેદાનમાં ઉતાર્યા છે. હાથરસથી લોકસભા બેઠક માટે પ્રબળ દાવેદારોમાં નામ હોવા છતાં, તેમની ટિકિટ કપાઈ હતી.

હાથરસ બેઠક પર 7મી મેના રોજ મતદાન

નોંધનીય છે કે સાંસદ બનતા પહેલા રાજવીર દિલેર વર્ષ 2027માં અલીગઢની ઇગલાસ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ બે દિવસ પહેલા અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતા. આ સિવાય તેઓ હાથરસ અને અલીગઢમાં ચાલી રહેલા પાર્ટી કાર્યક્રમોમાં પણ સક્રિય જોવા મળ્યા હતા. આ બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે.

આ સમાચાર શેર કરો