'કુમારસ્વામીને ફસાવવા ડીકે શિવકુમારે કરી હતી 100 કરોડની ઓફર', રેવન્ના કેસમાં ભાજપનો મોટો આરોપ
પ્રજ્વલ રેવન્નાના આપત્તિજનક વીડિયો કેસમાં ભાજપે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીક

પ્રજ્વલ રેવન્નાના આપત્તિજનક વીડિયો કેસમાં ભાજપે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા જી.દેવરાજે ગૌડાએ કહ્યુ કે રેવન્નાના આપત્તિજનક વીડિયો ધરાવતી પેન ડ્રાઇવના પ્રસારમાં ડીકે શિવકુમાર સિવાય ચાર અન્ય મંત્રી પણ સામેલ હતા. દેવરાજે કહ્યું કે, શિવકુમારે ભાજપ અને પીએમ મોદીને બદનામ કરવા અને એચડી કુમારસ્વામીની છબીને ખરાબ કરવા માટે મને 100 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. દેવરાજે ગૌડાની યૌન શોષણ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે આ સમયે કસ્ટડીમાં છે.
100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી
દેવરાજે ગૌડાની પોલીસ કસ્ટડી શુક્રવારે સમાપ્ત થઇ હતી. તે બાદ તેને જિલ્લા જેલ લઇ જવામાં આવ્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા ગૌડાએ મોટા દાવો કર્યો હતો. દેવરાજે કહ્યું, પેન ડ્રાઇવ કેસમાં ડીકે શિવકુમારનો હાથ છે અને આ ઘટનાને સંભાળવા માટે ચાર મંત્રીઓ એન.ચાલુવરાયાસ્વામી, કૃષ્ણા બાયરે ગૌડા, પ્રિયાંક ખરગે અને એક અન્ય મંત્રીની એક ટીમ બનાવવામાં આવી હતી. ભાજપ, પીએમ મોદી અને કુમારસ્વામીને બદનામ કરવા માટે આમ કરવામાં આવ્યું. મને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
રેવન્ના પર યૌન શોષણના કેટલાક આરોપ
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર મહિલાઓ સાથે યૌન શોષણના કેટલાક આરોપ છે. તે દેશમાંથી ફરાર છે અને તેને ભારત પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રેવન્ના સાથે જોડાયેલા આપત્તિજનક વીડિયો સામે આવ્યા બાદ JDSએ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
રેવન્ના પર રેપ, યૌન શોષણ, ગુનાહિત ધમકી સહિત કેટલાક કેસ નોંધાયેલા છે. આ ઘટના સામે આવતા જ રેવન્ના 27 એપ્રિલે જર્મની ભાગી ગયો હતો. રેવન્ના વિરૂદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. તે હાસન લોકસભા બેઠક પર ભાજપ-JDS ગઠબંધનનો સંયુક્ત ઉમેદવાર હતો, જ્યાં 26 એપ્રિલે મતદાન થયું હતું.
રેવન્નાના પિતા 20 મે સુધી વચગાળાના જામીન પર
એચડી રેવન્ના અને તેના પુત્ર અને હાસનના સાંસદ પ્રજવલ રેવન્ના વિરૂદ્ધ 28 એપ્રિલે હોલેનરસીપુર ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સાથે યૌન શોષણનો કેસ નોંધવામાં આવ્યો હતો.








