2014 અને 2019ના કેટલા વાયદાને મોદી સરકારે પૂર્ણ કર્યા? BJPના ‘સંકલ્પ પત્ર’માં શું હતું?
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના મેનિફેસ્ટોનું નામ &ls

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના મેનિફેસ્ટોનું નામ ‘સંકલ્પ પત્ર’ છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના મોટાભાગના વૈચારિક વાયદાને પૂર્ણ કર્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવું સામેલ છે.
ભાજપના મેનિફેસ્ટોમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત-સબકા સાથ, સબકા વિકાસ’નો સંકલ્પ લેવામાં આવ્યો હતો
- અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ
- સમાન નાગરિક સંહિતા લાગુ કરવી
- કાશ્મીરી પંડિતોની ઘાટીમાં વાપસી
- જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને રદ કરવા પર સહમતિ બનાવવી
- સંસદીય અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવી.
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દેખરેખ કાર્યક્રમ, વિતરણ, તબીબી શિક્ષણ અને વિતપોષણ.
- સરકારી રેકોર્ડનું ડિઝિટલીકરણ
- ગ્રામીણ ભારતમાં જીવનમાં સુધારો
- યુવતીોને બચાવવા અને તેમણે શિક્ષિત કરવા માટે એક રાષ્ટ્રિય અભિયાન શરૂ કરવું
- વિદેશમાં રાખવામાં આવેલા બ્લેક મનીને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવી અને બ્લેક મની ટાસ્ક ફોર્સની રચના કરવી
- ખેડૂતોની આવક ડબલ કરવાનો વાયદો
- સ્વરોજગારના માધ્યમથી યુવાઓને સશક્ત બનાવવા
2014માં કેટલા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા
- રામ મંદિર: અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે કેટલીક વખત વિચાર-વિમર્સ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની પેનલ દ્વારા મધ્યસ્તાનો પણ આદેશ આપ્યો હતો.
- મહિલાઓ: બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી.
- સ્વાસ્થ્ય: આયુષ્યમાન ભારત લૉન્ચ કરવામાં આવ્યું
- બ્લેક મની: એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
- નોકરીઓ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી નાણાકીય યોજનાઓ શરૂ કરવામાં આવી.
- ડિઝિટલીકરણ: નાગરિકોની સેવાઓની ડિઝિટલ ડિલીવરી સક્ષમ કરવા માટે ડિઝિટલ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
- ગ્રામીણ જીવનમાં સુધારો: ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 7 કરોડ પરિવારોને મફત LPG કનેક્શન મળે. સુભાગ્ય યોજના જેવી યોજના શરૂ કરવામાં આવી.
2019 ચૂંટણીની મુખ્ય વાતો
ટેગલાઇન ‘ફિર એક બાર મોદી સરકાર’ સાથે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના મેનિફેસ્ટોમાં મહિલાઓ માટે 33 ટકા અનામત, આર્ટિકલ 370ને હટાવવી, UCCને લાગુ કરવી અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સહિત 2014ના કેટલાક વાયદા ફરી કરવામાં આવ્યા હતા. પાર્ટીએ ત્રણ તલાક અને નિકાહ હલાલા જેવી પ્રથાઓને ખતમ કરવાનો પણ વાયદો કર્યો હતો. અન્ય વાયદા આ રીતે હતા.
- નાગરિકતા સંશોધન વિધેયકનો અધિનિયમ
- NRCને લાગુ કરવી
- આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ
- સેનાને મજબૂત બનાવવી
- વ્યાજ મુક્ત કિસાન ક્રેડિટ કાર્ડ લોન
- ઘૂષણખોરોનો મુકાબલો
- લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા પર સહમતિ બનાવવી
શું ભાજપે 2019ના પોતાના મોટાભાગના લક્ષ્યને પૂર્ણ કર્યા?
- સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટ 2017માં ત્રણ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી દીધી.
- ઓગસ્ટ 2019માં નરેન્દ્ર મોદી સરકારે આર્ટિકલ 370ને રદ કરી નાખી.
- સપ્ટેમ્બર 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી જેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં
- મહિલાઓને 33 ટકા અનામત આપવાની માંગ કરવામાં આવી હતી. આ કાયદો નવા સંસદ ભવનમાં પ્રસાર કરવામાં આવ્યો હતો.
- રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ પર 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મંદિરના નિર્માણના પ્રથમ તબક્કામાં શક્ય થયા બાદ
- 22 જાન્યુઆરી, 2024માં અયોધ્યા રામ મંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
- 7 ફેબ્રુઆરી, 2024માં ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પ્રસાર સમાન નાગરિકતા સંહિતા બિલ રાષ્ટ્રપતિની સહમતિ સાથે એક કાયદો બની ગયો.
- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક પેનલે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’નું સમર્થન કર્યું.
- કેન્દ્રએ માર્ચ 2024માં નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણની સૂચના આપી હતી.








