મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

MAHARASHTRA: લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાડ' ગણાવનાર ટેકચંદ સાવરકરની ભાજપે ટિકિટ કાપી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારનો નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 89 ઉમેદવાર

MAHARASHTRA: લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાડ' ગણાવનાર ટેકચંદ સાવરકરની ભાજપે ટિકિટ કાપી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારનો નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 89 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જોકે, આ યાદીમાં ભાજપની લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાડ' ગણાવનાર ટેકચંદ સાવરકરની ટિકિટ રદ્દ થઈ છે. તેમની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 3 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી છે. પિંપરી ચિંચવડથી વર્તમાન ધારાસભ્ય અશ્વિની જગતાપની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની જગ્યાએ તેની પત્ની સુલભ ગાયકવાડને કલ્યાણથી ટિકિટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે, આ યાદીમાં એક પણ લઘુમતી ચહેરો સામેલ નથી. જોકે, મોટાભાગના ઉમેદવારો ઓબીસી, મરાઠા અને કેટલાક આદિવાસી સમુદાયના છે, જે વર્ષોથી ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે. પ્રથમ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ જેવા અગ્રણી નેતાઓ સામેલ છે. 

આ સમાચાર શેર કરો