મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BJDના સાંસદ મમતા મોહંતાએ રાજ્યસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું

બીજુ જનતા દળ (BJD)ના મમતા મોહંતાએ બુધવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ઉપલા ગૃ

BJDના સાંસદ મમતા મોહંતાએ રાજ્યસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું

બીજુ જનતા દળ (BJD)ના મમતા મોહંતાએ બુધવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ઉપલા ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મોહંતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

2020માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા

મમતા મોહંતા એપ્રિલ 2020 માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે મહિલા સશક્તિકરણની સમિતિ અને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય હતા. મોહંતા સામાજિક ન્યાય અને સશક્તિકરણ પરની સંસદીય સમિતિના સભ્ય પણ હતા. તેમના રાજીનામાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આ સમાચાર શેર કરો