VIDEO: હવસખોર શિક્ષકે સગીર વિદ્યાર્થિનીને કહ્યું, “ આઈ લવ યુ કહીશ તો તને નહીં મારુ”
બિહારમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં રોહતાસમાં સગીર વિદ્યાર્થિનીની છ

બિહારમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં રોહતાસમાં સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવા બદલ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.અંગ્રેજી શિક્ષક ઈશ્તિયાક અહેમદ પર વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બિહારના રોહતાસમાં આવેલી એક શાળામાં સગીર વિદ્યાર્થિનીની બીજા- અથવા ત્રીજા ધોરણમાં ભણી રહી છે. આ શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે સગીર વિદ્યાર્થિનીની છેડતી કરી હતી.
પીડિત સગીર છોકરીએ તેના શિક્ષકના અયોગ્ય વર્તનનું વર્ણન કરતા કહ્યું, "જ્યારે પણ હું ભૂલ કરતી, ત્યારે સર કહેતા કે જો તું મને આઈ લવ યુ કહીશ તો હું તમને મારીશ નહીં." એટલું જ નહીં શિક્ષક કથિત રીતે વિદ્યાર્થિનીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વિદ્યાર્થિનીઓએ તેમના વાલીઓને આ અંગેની જાણ કરી હતી. જે બાદ રોષે ભરાયેલા વાલીઓ તરત જ શાળામાં એકઠા થઈ ગયા અને નરાધમ શિક્ષકનો વિરોધ કર્યો હતો. જોકે, હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે.








