Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : bihar Jansuraaj candidate joins BJP before voting

મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો
સોર્સ : google

બિહાર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ મુંગેર વિધાનસભા મતવિસ્તારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. જનસૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડી લીધો છે. 

App Store

સંજય કુમાર સિંહ NDA ઉમેદવાર કુમાર પ્રણયની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેમના આ પગલાંથી મુંગેરમાં ચૂંટણી સમીકરણોમાં બદલાવ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજય સિંહે પણ ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયને સક્રિય સમર્થન આપવાની જાહેરાત કરી છે.

સંજય કુમાર સિંહનું પાર્ટીમાં સ્વાગત કરતા BJP ઉમેદવાર કુમાર પ્રણયે કહ્યું, "તેમના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે. મુંગેરમાં NDAનો વિજય નિશ્ચિત છે. બિહારના આ ઘટનાક્રમે રાજકીય વર્તુળોમાં ચર્ચાને વેગ મળ્યો છે. મતદાન પહેલા થયેલ આ પક્ષ પલટાથી ભાજપને મોટો ફાયદો મળશે તેવું મનાઈ રહ્યું છે.