VIDEO: દિલ્હી પોલીસની મોટી સફળતા:ગુનેગારની ધરપકડ
સોર્સ : GSTV
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંક અને ગુનાખોરીમાં સંડોવાયેલા કુખ્યાત 'હેરી બોક્સર' ગેંગના એક સક્રિય ગુનેગારની ધરપકડ કરી છે. લાંબા સમયથી વોન્ટેડ આ ગુનેગારની પકડ કરવા માટે પોલીસ દ્વારા વિશેષ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે સફળતાપૂર્વક છટકું ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો. આ ગેંગ હત્યા, ખંડણી અને લૂંટફાટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહીને ગુનાખોરી ડામવા માટેનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરી ગેંગના અન્ય સભ્યો અને તેમના નેટવર્ક વિશે વધુ વિગતો મેળવી રહી છે.

