VIDEO: 1 નવેમ્બરથી દિલ્હીમાં વર્ક ફ્રોમ હોમ માટે દિલ્હી સરકારનો આદેશ
દિલ્હી સરકારે શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નવા માર્ગદર્શક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ દર વર્ષે 1 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી સરકારી અને ખાનગી કચેરીઓમાં એક સમયે માત્ર 50 ટકા કર્મચારીઓ જ ઓફિસમાં કામ કરશે, જ્યારે બાકીના કર્મચારીઓ 'વર્ક ફ્રોમ હોમ' કરશે. ઉપરાંત, વાહનોના પાર્કિંગ ચાર્જ પણ બમણા કરવામાં આવશે. સરકારે ગ્રેપના વિવિધ તબક્કામાં લાગુ થતી મર્યાદાઓને સમગ્ર શિયાળાની ઋતુ માટે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે નવા નિયમોથી અલગ-અલગ આદેશો જાહેર કરવાની જરૂર રહેશે નહીં અને તમામ વિભાગો સમયસર કાર્યવાહી કરી શકશે. સરકારના જણાવ્યા મુજબ આ માર્ગદર્શિકા અગાઉના વર્ષોના અનુભવ, વાયુ ગુણવત્તાના આંકડા, વાયુ ગુણવત્તા પ્રબંધ આયોગના સુધારેલા ગ્રેપ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

