મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દશેરા પહેલા હૈદરાબાદમાં મોટી બબાલ, બદમાશોએ દૂર્ગા પૂજા પંડાલમાં મૂર્તિ ખંડિત કરી

હૈદરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મે

દશેરા પહેલા હૈદરાબાદમાં મોટી બબાલ, બદમાશોએ દૂર્ગા પૂજા પંડાલમાં મૂર્તિ ખંડિત કરી

હૈદરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસર બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. પોલીસે કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે નામપલ્લી પ્રદર્શની સોસાયટી અને કર્મચારીઓ તરફથી દર વર્ષે નવરાત્રિ દરમિયાન દૂર્ગા માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. ગુરૂવારે રાત્રે દાંડિયા કાર્યક્રમ પુરો થયો ત્યાં સુધી પોલીસ આ મેદાનમાં હતી. પરંતુ અડધી રાત્રે આવીને તોફાની તત્ત્વોએ દૂર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી હતી. 

લોકોએ જણાવ્યું કે બદમાશોએ પહેલા વીજળી કટ કરી, એ પછી સીસીટીવી કેમેરા તોડ્યા અને પછી દેવી દૂર્ગાની મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરી છે. માતા દૂર્ગાનો હાથ તૂટી ગયો છે. 

ઘટનાસ્થળનું નિરીક્ષણ અક્રનાર એસપી. એ.બી.ડી.એસ ચંદ્રશેખરે ફરિયાદ નોંધી અને બેગમ બજાર પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો