યેદિયુરપ્પાની મુશ્કેલી વધી, બેંગલુરૂ કોર્ટે POSCO કેસમાં બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની મુશ્કેલી વધી શકે છે. બેંગલુરૂની

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની મુશ્કેલી વધી શકે છે. બેંગલુરૂની એક કોર્ટે યેદિયુરપ્પા વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. તેમની સામે આ વોરંટ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POSCO)કેસ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
સગીરાની માતાએ કરી હતી ફરિયાદ
મહત્ત્વપૂર્ણ છે કે સગીરાની માતાએ 14 માર્ચે સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધાર પર પોલીસે સીનિયર ભાજપના નેતા પર POCSO અધિનિયમ અને IPCની કલમ 354A (યૌન શોષણ) હેઠળ કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસને CIDને સોપવામાં આવ્યો હતો. સગીરાની માતાએ આરોપ લગાવ્યો કે ઘટના 2 ફેબ્રુઆરીએ બની હતી જ્યારે તે છેતરપિંડીના કેસમાં યેદિયુરપ્પા પાસે મદદ માંગવા ગઇ હતી. જોકે, મહિલાના આ આરોપોને ભાજપના નેતાએ ખોટા ગણાવ્યા છે.
ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે યેદિયુરપ્પા
80 વર્ષના ભાજપના નેતા ત્રણ વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. યેદિયુરપ્પા 2008થી 2011 વચ્ચે, મે 2018માં કેટલાક સમય માટે રાજ્યની કમાન સંભાળી હતી. 2019થી 2021 સુધી કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં કામ કર્યું હતું. 2021માં તેમને રાજીનામું આપ્યું હતું. બીએસ યેદિયુરપ્પા બાદ બસવરાજ સોમપ્પા બોમ્મઇએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.






