મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કન્નડ લોકોનું છે બેંગલુરુ', સોશિયલ મીડિયા X પોસ્ટથી થઈ રહ્યો છે વિવાદ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છ

'કન્નડ લોકોનું છે બેંગલુરુ', સોશિયલ મીડિયા X પોસ્ટથી થઈ રહ્યો છે વિવાદ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશની ટેકનોલોજીની રાજધાની બેંગલુરુ કન્નડીગાઓનું છે, જે પછી બેંગલુરુમાં સોશિયલ મીડિયા પર ફરી એક વાર બહારના અને અંદરના લોકો વચ્ચે ચર્ચા છેડાઈ છે. આ પોસ્ટથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે જ્યાં ઘણા ટેકનિકલ નિષ્ણાતો, ઉદ્યોગસાહસિકો અને તમામ વર્ગના લોકોએ તીખી ચર્ચામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

એક X પોસ્ટમાં મંજુ નામના યુઝરે કહ્યું કે, "બેંગલુરુમાં આવનાર દરેક વ્યક્તિ માટે જો તમે કન્નડ બોલતા નથી અથવા કન્નડ બોલવાનો પ્રયાસ કરી રહ્યા નથી તો બેંગલુરુમાં તમને આઉટસાઇડર અર્થાત બહારના વ્યક્તિ તરીકે ગણવામાં આવશે. તેણે કહ્યું કે, હું આ મજાક નથી કરતો. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો કે બેંગલુરુ કન્નડીગાસનું છે, જે દર્શાવે છે કે વૈશ્વિક શહેરમાં અન્ય ભાષાઓ સ્વીકારવામાં આવશે નહીં.

દરમિયાન કેટલાક લોકોએ બિન-કન્નડ બોલનારાઓને બેંગલુરુમાં તેમનું જીવન સરળ બનાવવા માટે શીખવાનું કહ્યું. "IBMમાં જ્યારે માત્ર 4 મહિના બેંગ્લોરમાં રહ્યો. માત્ર કાન ખુલ્લાં રાખીને અને Eng-Kan પોકેટ ડિક્શનરી સાથે ppl સાથે બોલવાની પહેલ કરી, તો હું સરળતાથી  શીખી ગયો.  

પ્રિયંકા લાહરી નામના ફિટનેસ કોચે જણાવ્યું હતું કે, તેણીને કન્નડ બોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેની સાથે ક્યારેય ખરાબ વર્તન કરવામાં આવ્યું ન હતું. "હું બેંગલુરુમાં 8 વર્ષથી વધુ સમયથી છું.  મારા માટે કન્નડ ભાષા શીખવી મુશ્કેલ છે. પરંતુ મારી ભાષામાં કૌશલ્ય ન હોવાને કારણે અહીં મારી સાથે ક્યારેય ખરાબ વર્તન કે બહારના વ્યક્તિ જેવું વર્તન કરવામાં આવ્યું નથી.

આ સમાચાર શેર કરો