ઊંટ પર બેસીને સંસદ જવા માટે નીકળ્યા સાંસદ, પોલીસે રસ્તા વચ્ચે જ રોક્યા
18મી લોકસભાનું પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના એકમાત્ર સાંસદ રાજકુમાર ર

18મી લોકસભાનું પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના એકમાત્ર સાંસદ રાજકુમાર રૌત ઊંટ પર બેસીને સંસદ જવા માટે રવાના થયા હતા. સાંસદે જિદ કરી હતી કે તે ઊંટ પર બેસીને સંસદ જશે અને શપથગ્રહણ કરશે. જોકે, દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. મહત્ત્વપૂર્ણ છે કે રાજકુમાર રૌત રાજસ્થાનના બાંસવાડાથી સાંસદ ચૂંટાયા છે.
મહત્ત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બાંસવાડાના સાંસદે ઊંટની સવારી કરી હતી તે બાદ ચૂંટણી પંચે તેમને નોટિસ પણ ફટકારી હતી. ડિસપ્લે ઓફ એનિમલ ઇન રોડ શો નિયમ હેઠળ જાનવરોનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી શકાતો નથી. એક દિવસ પહેલા જ સીકરના સાંસદ અમરારામ ટ્રેક્ટર લઇને સંસદ પહોંચ્યા હતા.




