મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BAHARAICH VIOLENCE / નખ ઉખાડ્યા, કરંટ આપ્યો, શરીરમાંથી મળ્યા 35 છરા...; રામગોપાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હચમચાવી નાંખશે

છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પ્રદેશના બહરાઈચની બબાલ ચાલી રહી છે. બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગો

BAHARAICH VIOLENCE / નખ ઉખાડ્યા, કરંટ આપ્યો, શરીરમાંથી મળ્યા 35 છરા...; રામગોપાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હચમચાવી નાંખશે

છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પ્રદેશના બહરાઈચની બબાલ ચાલી રહી છે. બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રા સાથે બર્બરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે હૃદય કંપાવનારી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હત્યારાઓએ રામ ગોપાલને ગોળી મારતા પહેલા નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. આ ઉપરાંત તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના ચહેરા, ગરદન અને છાતી પર લગભગ 35 જેટલા છરાના નિશાન છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની હત્યા પહેલા તેની સાથે ક્રૂરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઈલેક્ટ્રીક શોક અને હેમરેજને કારણે મોત થયાનો ઉલ્લેખ છે. તેના શરીર પર 35 છરાના- ઈજાના નિશાન છે. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેને ભરૂઆ કારતૂસથી ગોળી મારવામાં આવી હતી. માથા, કપાળ અને હાથ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ છે.

આટલું જ નહીં રામ ગોપાલના અંગૂઠાના નખ પણ ખેંચી લેવામાં આવ્યા હતા. અંગૂઠા આ વાતની સાક્ષી આપતા હતા. તેને મારવા માટે વીજ કરંટ પણ આપ્યો હતો. આંખો પાસે ધારદાર વસ્તુ વડે ઊંડો ઘા કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે બહરાઈચ જિલ્લાના મહસી તહસીલના મહારાજગંજમાં દુર્ગા માતા મૂર્તિ વિસર્જન દરમિયાન આરોપીઓએ રામ ગોપાલનું અપહરણ કરીને તેની હત્યાને અંજામ આપ્યો હતો. રામગોપાલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળ્યું કે ગોળી મારતા પહેલા રામ ગોપાલને ગંભીર રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપીને બર્બરતા પૂર્વક રહેંસી નાંખ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રીક શોક અને ઘાવમાંથી વધુ પડતા લોહી વહી જવાને કારણે રામ ગોપાલને બ્રેઈન હેમરેજ થતાં તેનું મોત થયું. 

બહરાઈચમાં આ રીતે ફાટી નીકળી હતી હિંસા 

 બહરાઇચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સૂર ગામના રહેવાસી રામ ગોપાલ મિશ્રા રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે દુર્ગા માતા મૂર્તિના વિસર્જનની શોભાયાત્રામાં સામેલ હતા. જ્યારે આ સરઘસ મહારાજગંજ માર્કેટમાં એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન ધાબા પરથી પથ્થરો ફેંકવા લાગ્યા, જેના કારણે વિસર્જન દરમિયાન નાસભાગ મચી ગઈ.

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં મૂર્તિ વિસર્જન બાદ થયેલા રમખાણોમાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાના પરિવારના સભ્યો મંગળવારે લખનૌમાં મુખ્યમંત્રી યોગીને મળ્યા હતા. સીએમ યોગીએ પરિવારને ન્યાયની ખાતરી આપી હતી. યોગીએ કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. દરમિયાન મીટિંગ પહેલા માર્યા ગયેલા રામ ગોપાલની પત્ની રોલી મિશ્રાએ કહ્યું કે જે રીતે તેણે મારા પતિની હત્યા કરી છે, તેને પણ એવી જ સજા મળવી જોઈએ.

પરિવારજનોની દોષિતોના એન્કાઉન્ટરની માગ 

રામગોપાલના પરિવારજનો સતત દોષિતોના એન્કાઉન્ટરની માગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા રામગોપાલની પત્નીએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે અમને હત્યાનો બદલો હત્યાથી જ જોઈએ. રોલી મિશ્રાએ કહ્યું કે, જેવી રીતે તેમણે મારા પતિની હત્યા કરી નાંખી તેવી જ રીતે અમે પણ તેનું મૃત્યુ ઈચ્છીએ છીએ. 

આ સમાચાર શેર કરો