Video: બાબા રામદેવે 'પાખંડી' કહ્યા બાદ બાબા બાગેશ્વરનો મોટો ધડાકો: વ્યાસપીઠ પરથી આપ્યો એવો જવાબ કે સૌ કોઈ રહી ગયા દંગ!

સોર્સ: gstv

કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ યોગ ગુરુ બાબા રામદેવના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ લીધા વિના જ તેમને 'પાખંડી' ગણાવ્યા હતા. આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે, 'બાબા રામદેવે હંમેશા મને સ્નેહ આપ્યો છે અને હું તેમને એક વડીલ કે વાલીના રૂપમાં જોયા છે. ચાર દિવસ પહેલા જ તેઓ અમારા મંચ પર આવ્યા હતા અને પ્રશંસા કરી હતી, અને હવે તેમણે આવું નિવેદન આપ્યું છે.'

નિંદા અને પ્રશંસા બંને સ્વીકાર્ય: ધીરેન્દ્ર શાસ્ત્રી

જાહેરાત

બાબા બાગેશ્વરે નરમ વલણ અપનાવતા કહ્યું કે, 'મને નિંદા પણ સ્વીકાર્ય છે અને પ્રશંસા પણ સ્વીકાર્ય છે. તેમને કોઈ વાત ખટકી હશે તો તેમણે આવું કહ્યું હશે. પૂજ્ય સ્વામીજી આવું જ કહે છે, ચાર દિવસ પહેલા તેમણે વખાણ કર્યા હતા અને આજે નિંદા કરી દીધી. જો આજે હું કંઈ કહું તો એ યોગ્ય નહીં ગણાય. હું હિન્દુઓને જોડવા માટે છું, તોડવા માટે નથી. તેમણે મારું નામ લીધું નથી અને તેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે. તેમના મનમાં કોઈ વાત હશે તો તેમણે આશીર્વાદ આપી દીધા અને આ પણ મારા માટે આશીર્વાદ જ છે.'

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'હું હંમેશા સંતો અને હિન્દુઓ માટે જ છું. હું કોઈ પણ સંત પર કોઈ ટિપ્પણી કરીશ નહીં, તેઓ જેવા પણ છે, મારા પોતાના જ છે. બંને પરિસ્થિતિમાં મોટો આનંદ છે.' એટલું જ નહીં, બાબા બાગેશ્વરે કથાની વ્યાસપીઠ પરથી હાજર લોકો પાસે પણ બોલાવ્યું કે, 'બોલો કે આ પણ આશીર્વાદ છે.' તેમણે કહ્યું કે, 'હું તો ભગવાનના ભરોસે રહું છું અને મારા માટે બધું જ સારું છે.' આ રીતે તેમણે વિવાદ વધારવાને બદલે શાંત વલણ અપનાવ્યું હતું.

બાબા રામદેવે શું નિવેદન આપ્યું હતું?

સોમવારે મહિલા સશક્તિકરણને લઈને યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવ ખૂબ ગુસ્સે થયા હતા. આ દરમિયાન તેમણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'પહેલા ભગવાન કૃષ્ણને 'વાંકા' કહ્યા અને પછી માફી માંગી લીધી, અને ત્યારબાદ મંદિરે દર્શન કરવા જઈને ફરી કહ્યું કે ભગવાન કૃષ્ણ તો વાંકા જ છે. અરે પાખંડી, આવું કેવી રીતે કરી શકે?'

આટલું જ નહીં, બાબા રામદેવે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો આજકાલ હિન્દુઓને હિંસા શીખવી રહ્યા છે. જ્યારે દેશમાં પોલીસ અને વહીવટીતંત્ર છે, ત્યારે શું આજના સમયમાં ભાલા અને હથિયારોની જરૂર છે? તેમણે કહ્યું કે હિન્દુઓએ કોઈની અંધશ્રદ્ધામાં આવવાની જરૂર નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત