Video: મદુરાઈમાં દીપમ પર્વની ઉજવણી

તમિલનાડુના મદુરાઈ સ્થિત ઉચી પિલ્લૈયાર મંદિરમાં કાર્તિકાઈ દીપમ પર્વ નિમિત્તે પરંપરાગત રીતે પવિત્ર દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા સાથે યોજાયેલા આ પ્રસંગના દૃશ્યો સામે આવ્યા છે. દીપ પ્રાગટ્ય પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કાર્તિકાઈ દીપમ પર્વનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ પ્રસંગે તમિલ ફિલ્મ નિર્દેશક મોહન જીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ધાર્મિક આયોજન અંગે S/B મારફતે વાત રજૂ કરી હતી. મંદિર ખાતે યોજાયેલા દીપ પ્રાગટ્યના દૃશ્યો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જાહેરાત














