Video: પુણેના કોંઢવા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવો ઝુંબેશ યથાવત

પુણે શહેરના કોંઢવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા માટે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો . ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની ટીમોએ જેસીબી સહિતના સાધનોની મદદથી જાહેર માર્ગો અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી આગળ ધપાવી હતી . ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને શહેરના સુચારુ વિકાસ માટે તંત્ર દ્વારા આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
જાહેરાત












