મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ્રાણ પ્રતિષ્ઠાના અઢી મહિનામાં જ ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયું અયોધ્યા, વેકેશનમાં વધી શકે છે પ્રવાસીઓની સંખ્યા

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી દરરોજ લાખોની

પ્રાણ પ્રતિષ્ઠાના અઢી મહિનામાં જ ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયું અયોધ્યા, વેકેશનમાં વધી શકે છે પ્રવાસીઓની સંખ્યા

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. આમ તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અઢી મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં દરરોજ અઢી લાખ ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. તેમજ ઉનાળાના વેકેશનમાં આ સંખ્યામાં વધારો જોવા મળશે. તેમજ એરલાઈન્સ ટ્રાવેલ એજન્ટ્સનું પણ કહેવું છે કે અયોધ્યા પ્રવાસીઓનું ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયું છે.

ઉનાળામાં અયોધ્યાના પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના

વર્તમાન સમયમાં દરરોજ 1.5 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. જેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દેશમાં ઉનાળાના વેકેશનમાં સૌથી વધુ ક્રેઝ અયોધ્યા માટે છે. જેને ધ્યાનમાં લેતા અયોધ્યા એરપોર્ટ પર ટેક ઓફ અને લેન્ડિંગનો સમય બે કલાક વધારવામાં આવ્યો છે. સામાન્ય રીતે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન દિવસ દરમિયાન જ થાય છે, પરંતુ વધતા હવાઈ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તેને દરરોજ સાંજે 5 વાગ્યાથી વધારીને 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

લક્ષદ્વીપ માટે પણ લોકોમાં ઉત્સાહ

માલદીવના બોયકોટ બાદ લોકો લક્ષદ્વીપ માટે પણ ઉત્સાહ બતાવી રહ્યા છે. તેના માટે પણ ખાસ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટમાં પણ સારો એવો ટ્રાફિક જોવા મળે છે.

આ સમાચાર શેર કરો