અવધ ઓઝા AAPમાં સામેલ, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડશે
સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ આપનારા અવધ ઓઝા આમ આદમી પાર્ટી (AAP)માં સામેલ થયા છે. અવધ ઓઝાએ રાજકીય ઇનિંગ શરૂ કરી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ આપનારા અવધ ઓઝા આમ આદમી પાર્ટી (AAP)માં સામેલ થયા છે. અવધ ઓઝાએ રાજકીય ઇનિંગ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં અવધ ઓઝાએ AAPનું સભ્ય પદ મેળવ્યું હતું.
અવધ ઓઝા લડી શકે છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી
અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ પણ ફાઇનલ થઇ ગઇ છે.ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા પ્રયાગરાજથી લોકસભાની ચૂંટણી પણ લડવા માંગતા હતા.જોકે, ભાજપ સાથે તેમની વાત ફાઇનલ થઇ શકી નહતી.
કેજરીવાલની પ્રશંસા કરી ચુક્યા છે અવધ ઓઝા
ઓઝા સરના નામથી જાણીતા અવધ ઓઝા એક શિક્ષકની સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મીડિયા અને યુવાઓ વચ્ચે તેમની સારી લોકપ્રિયતાને જોતા આમ આદમી પાર્ટીને આશા છે કે તેમને પાર્ટીમાં જોડવાથી ચૂંટણીમાં ફાયદો મળી શકે છે. અવધ ઓઝા કેટલીક વખત કેજરીવાલની પ્રશંસા પણ કરી ચુક્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ ફાઇનલ! ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક
દિલ્હીમાં 10 વર્ષથી AAPની સરકાર
દિલ્હીમાં 10 વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ચૂંટણીમાં ઉતરવા જઇ રહેલી આમ આદમી પાર્ટી (AAP) આ વખતે કેટલાક એવા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે જેમનો ફીડબેક બરાબર નથી. પાર્ટીએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.






