મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UGC NET પેપર લીક કેસ: તપાસ કરવા બિહાર પહોંચેલી CBIની ટીમ પર હુમલો

UGC NET પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરવા માટે CBIની ટીમ બિહારના નવાદા જિલ્લાના કાસિયાદીહ ગામમાં

UGC NET પેપર લીક કેસ: તપાસ કરવા બિહાર પહોંચેલી CBIની ટીમ પર હુમલો

UGC NET પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરવા માટે CBIની ટીમ  બિહારના નવાદા જિલ્લાના કાસિયાદીહ ગામમાં પહોંચી હતી. જોકે, ગ્રામજનોએ નકલી સીબીઆઈ સમજીને તેમની કાર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે UGC NET પેપર લીક કેસમાં દિલ્હીથી CBIની ટીમ મોબાઈલ લોકેશનની તપાસ કરવા બિહારના કાસિયાદીહ ગામમાં પહોંચી હતી. પરંતુ ગ્રામજનોને સીબીઆઈની ટીમ નકલી હોવાની શંકા જતા તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વાહનના કાચ તોડી નાખ્યા છે. સીબીઆઈની તપાસ ટીમમાં સ્થાનિક પોલીસની એક મહિલા કોન્સ્ટેબલ સહિત 4 સીબીઆઈ અધિકારીઓનો સમાવેશ થાય છે. 

CBIની ટીમે બે મોબાઈલ ફોન કબજે કર્યા 

રાજૌલી પોલીસને સીબીઆઈ અધિકારીઓ પર હુમલાની માહિતી મળ્યા બાદ પોલીસ સ્ટેશનના વડા નિરીક્ષક રાજેશ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનના વડાએ ગ્રામજનોને શાંત પાડ્યા હતા. જોકે, મારપીટની ઘટના બાદ સીબીઆઈએ મોબાઈલ નંબરના લોકેશનના આધારે બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને તેમને પોતાની સાથે લઈ ગયા હતા. 

એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ 

પેપર લીક કેસમાં પોલીસે CBI ટીમ પર હુમલો કરવા બદલ એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈ અધિકારીઓ પર હુમલાના સંદર્ભમાં રાજૌલી પોલીસ સ્ટેશનમાં 150-200 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો