Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Assembly Election 2026 Live: Voting begins for 296 seats in Kerala, Assam and Puducherry, 10 lakh people will vote for the first time

Assembly Election 2026: આસામમાં 85.2%, કેરળમાં 77.7 ટકા, પુડ્ડુચેરીમાં મતદાનના તમામ રેકોડ તૂટયા

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Assembly Election 2026: આસામમાં 85.2%, કેરળમાં 77.7 ટકા, પુડ્ડુચેરીમાં મતદાનના તમામ રેકોડ તૂટયા
સોર્સ : GSTV

Assembly Election 2026: દેશના ત્રણ મુખ્ય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આ ત્રણેય રાજ્યોમાં સાંજે 7 વાગ્યા સુધીના આંકડા જોતા પુડ્ડુચેરી અને આસામમાં બંપર મતદાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી ચાર મેના રોજ આ ત્રણેય રાજ્યોની મતગણતરી હાથ ધરવામાં આવશે અને એ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

 શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ

પુડુચેરી, કેરળ અને આસામમાં સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. વિધાનસભા ચૂંટણી ઉપરાંત, આજે કર્ણાટકની બે બેઠકો, નાગાલેન્ડની એક બેઠક અને ત્રિપુરાની એક બેઠક માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી.. દરમિયાન, ગોવામાં પણ એક બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હતી; જોકે, હાઈકોર્ટે તે બેઠક માટે મતદાન પર રોક લગાવી દીધી છે.

આસામમાં 31,940 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા. આસામના 35 જિલ્લાઓમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે, પંચે 1,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે. સંવેદનશીલ મતદાન મથકોનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને માઇક્રો-ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. આસામમાં ટક્કર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે છે, કારણ કે મતદારો તેમના ભાવિ જનપ્રતિનિધિઓને પસંદ કરવા માટે લાખોની સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચે છે. તેવી જ રીતે, કેરળની બધી 140 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જ્યાં ૮૮૩ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં કુલ ૨.૭૧ કરોડ મતદારો આજે મતદાન કરી રહ્યા છે; જ્યારે LDF સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તામાં પાછા ફરવા માંગે છે, ત્યારે UDF ગુમાવેલી જમીન પાછી મેળવવા માટે પ્રયત્નશીલ છે, અને NDA રાજ્યમાં પોતાનું ચૂંટણી ખાતું ખોલવાની આશા રાખે છે.

કેરલમમાં 70 વર્ષમાં પહેલીવાર કોઈ સીએમ હેટ્રિક માટે ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં ભાજપ હિમંતા બિસ્વ સરમાના સહારે સતત ત્રીજીવાર સરકાર બનાવવાનો દાવ ખેલી રહી છે. જ્યારે પુડુચેરીમાં કોંગ્રેસમાંથી નીકળેલા એન. રંગાસામી પાંચમીવાર સત્તામાં કાબિજ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.આસામમાં 126 બેઠકો પર 41 પાર્ટીઓના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તો કેરલમમાં 2.71 કરોડ વોટર 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. પુડુચેરીમાં 20 પાર્ટીઓના 294 કેન્ડીડેટ પોતાનું નસીબ અજમાવશે.

આસામમાં 126 બેઠકો માટે મતદાન

આ વખતે આસામમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે આસામમાં કુલ મતદારોની સંખ્યા ૨.૫૦ કરોડ છે. તેમાંથી ૧.૨૫ કરોડ પુરુષ મતદારો છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા પણ ૧.૨૫ કરોડ છે. બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો ૬૪ છે. ભાજપ છેલ્લા 10 વર્ષથી આસામમાં સત્તામાં છે. હિમંતની ગણતરી ભાજપના સૌથી અગ્રણી ચહેરાઓમાં થાય છે, જ્યારે ગૌરવ તેમના પિતાના વારસાને જાળવી રાખવા અને કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવા માટે સીધો પડકાર ફેંકી રહ્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ, ગૌરવની લોકપ્રિયતામાં વધારો થયો છે, ખાસ કરીને મહિલા મતદારોમાં. આસામમાં, જલુકબારી, જોરહાટ, શિવસાગર, દિસપુર, ધુબરી, નાગાંવ, મારિયાની, કરીમગંજ અને ગુવાહાટી સેન્ટ્રલ જેવા મતવિસ્તારોને હોટ સીટ માનવામાં આવે છે.

કેરળમાં 140 બેઠકો માટે મતદાન

પિનારાય વિજયન ૨૦૧૬થી કેરળના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, અને LDF સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. કેરળમાં કુલ ૨.૭ કરોડ મતદારો છે. UDF હાલમાં વિપક્ષની ભૂમિકા ભજવે છે. અહીં બહુમતીનો આંકડો ૭૧ છે. કેરળમાં, ૨.૭૧ કરોડ મતદારો LDF, UDF અને NDAનું પ્રતિનિધિત્વ કરતા ૮૮૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજ્યભરમાં કુલ ૩૦,૪૯૫ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં LDF અને UDF વચ્ચે ટક્કર રહેશે. જો કે, ભાજપ હવે ઝડપથી તેના મૂળિયા મજબૂત કરી રહ્યું છે. રાજ્યના ૨.૭૧ કરોડ મતદારોમાંથી ૧.૩૨ કરોડ પુરુષ અને ૧.૩૯ કરોડ મહિલા મતદારો છે. વધુમાં, ૨૭૩ ટ્રાન્સજેન્ડર મતદારો છે. રાજ્યમાં હોટ સીટ ની વાત કરીએ તો, નેમોમ, મંજેશ્વરમ, પલક્કડ, કોટ્ટારક્કારા અને ત્રિશુર જેવા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં કાંટાની સ્પર્ધા થવાની ધારણા છે.

પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન

પુડુચેરીમાં 9.44 લાખ મતદારો છે. તેમાંથી 4.43 લાખ પુરુષ મતદારો અને 5 લાખ મહિલા મતદારો છે. વધુમાં, 139 ત્રીજા-જાતિના મતદારો છે. અહીં બહુમતીનો આંકડો 16 છે. કુલ 294 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પાછલી વિધાનસભા ચૂંટણીમાં, NDA એ 44.2 ટકાના મત હિસ્સા સાથે 16 બેઠકો જીતી હતી, જ્યારે UPA એ આઠ બેઠકો મેળવી હતી. N. રંગાસામીએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મતદાન કર્મચારીઓ તમામ મતદાન મથકો પર પહોંચી ગયા છે. તમામ રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કેરલમમાં લેફ્ટનો ગઢ બચાવવાની લડાઈ

કેરલમની 140 બેઠકો પર 883 ઉમેદવારો મેદાનમાં છે, જેમના માટે 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વિકાસના મુદ્દે ત્રીજી વખત સત્તામાં આવવા આશાવાદી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વવાળું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) રાહુલ અને પ્રિયંકા ગાંધીના આક્રમક પ્રચારના જોરે વાપસી કરવા માંગે છે. અહીં ભાજપ પણ પોતાની તાકાત વધારીને જંગને ત્રિપાંખિયો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આસામમાં પરિસીમન પછીની પ્રથમ કસોટી

આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો 2.50 કરોડ મતદારો કરશે. અહીં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિકના ઈરાદે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને 10 વર્ષનો વનવાસ ખતમ કરવા દાવ ખેલ્યો છે. આસામમાં આ વખતે પરિસીમન પછી પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે, જેમાં મુસ્લિમ બહુલ બેઠકોની સંખ્યામાં ફેરફાર થયો છે. બદરુદ્દીન અજમલની AIUDF પાર્ટી આ વખતે અલગ ચૂંટણી લડીને મુસ્લિમ મતોના આધારે જંગને રસપ્રદ બનાવી રહી છે

09 Apr 2026

CM મમતા બેનરજીએ TMC ઉમેદવારના સમર્થનમાં પગપાળા ચાલી પ્રચાર કર્યો

09 Apr 2026

આસામ અને કેરલમમાં બમ્પર વોટિંગ નોંધાયું

09 Apr 2026

આસામમાં બપોરના 3 વાગ્યા સુધી સરેરાશ 75.91 ટકા મતદાન નોંધાયું 

09 Apr 2026

આસામના આંગલોંગમાં ચૂંટણી પ્રક્રિયાનો વીડિયો વાયરલ; વહીવટીતંત્રે FIR નોંધાવી

09 Apr 2026

આસામના કાર્બી આંગલોંગનો એક વીડિયો સામે આવ્યો

09 Apr 2026

પુથુપ્પલ્લીના ધારાસભ્ય ચાંડી ઓમ્મેને કોટ્ટાયમમાં મતદાન કર્યું

09 Apr 2026

1 વાગ્યા સુધી આસામમાં 59.63% અને પુડુચેરીમાં 56.83% મતદાન નોંધાયુ

09 Apr 2026

સીપીઆઈ નેતાએ કહ્યું LDFની થશે જીત

09 Apr 2026

અભિનેતા મામૂટી અને તેમની પત્નીએ મતદાન કર્યું

09 Apr 2026

ત્રિશૂરમાં એક 62 વર્ષીય વ્યક્તિ મતદાન કરવા માટે દોઢ કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા; મતદાન કર્યા પછી તરત જ મોત

09 Apr 2026

દરેક વ્યક્તિ વિકસિત પુડુચેરી માટે મતદાન કરી રહ્યા છે

09 Apr 2026

સ્વર્ગસ્થ ગાયક ઝુબીન ગર્ગના પત્નીએ કર્યું મતદાન

09 Apr 2026

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કર્યું મતદાન

09 Apr 2026

11 વાગ્યા સુધી આસામમાં ૩૮.૫૭%, કેરળમાં ૩૩.૧૩% અને પુડુચેરીમાં ૩૬.૯૦% મતદાન

09 Apr 2026

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટનીએ તિરુવનંતપુરમમાં મતદાન કર્યુ

09 Apr 2026

આસામ ભાજપના ઉમેદવારે કરી પ્રાર્થના

09 Apr 2026

આસામનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરી છે

09 Apr 2026

આજનો દિવસ આસામ માટે મહત્વપૂર્ણ- કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ

09 Apr 2026

આસામમાં પરિવર્તન આવવાનું છે- રાયજોર દળના પ્રમુખ

09 Apr 2026

આસામના ઘમંડી મુખ્યમંત્રીને લોકો પાઠ ભણાવશે- કોંગ્રેસ

09 Apr 2026

પુડુચેરીના મુખ્યમંત્રી મતદાન કર્યા બાદ અનોખી સ્ટાઈલમાં થયા રવાના

09 Apr 2026

કેરળ, આસામ અને પુડુચેરીમાં 9 વાગ્યા સુધી 15%થી વધુ મતદાન

09 Apr 2026

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે

09 Apr 2026

પુડુચેરીમાં ભાજપ ઉમેદવારે જીતો વિશ્વાસ દાખવ્યો

09 Apr 2026

આસામમાં મતદારોની લાંબી લાઈન

09 Apr 2026

કેરળમાં બે કલાકમાં 10 ટકાથી વધુ મતદાન

09 Apr 2026

મને વિશ્વાસ છે કે ઈન્ડિયા એલાયન્સ પુડુચેરીમાં સરકાર બનાવશે- પૂર્વ મુખ્યમંત્રી

09 Apr 2026

કેરળની કોંગ્રેસની રાજ્યસભા સાંસદે કર્યું મતદાન

09 Apr 2026

લોકોના ભવિષ્ય માટે દરેક મત મહત્વપૂર્ણ છે: રાજીવ ચંદ્રશેખર

09 Apr 2026

કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ કે.સી. વેણુગોપાલે કર્યું મતદાન

09 Apr 2026

અભિનેતા પૃથ્વીરાજ સુકુમારે કર્યું મતદાન

09 Apr 2026

પુડુચેરીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કર્યું મતદાન

09 Apr 2026

કેરળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ: મંત્રી સુરેશ ગોપી

09 Apr 2026

કાંજીરાપલ્લીથી NDA ઉમેદવાર જ્યોર્જ કુરિયને કર્યું મતદાન

09 Apr 2026

પલક્કડ વિધાનસભાના UDF ઉમેદવારે કર્યું મતદાન

09 Apr 2026

કેરળના મુખ્યમંત્રીએ મતદાન કર્યું

09 Apr 2026

કેરળના આરોગ્ય પ્રધાને કર્યું મતદાન

09 Apr 2026

કોંગ્રેસના પેરાવુરના ઉમેદવારનો દાવો UDAF પાર્ટીની જ જીત તશે

09 Apr 2026

આસામની જલુકબારી વિધાનસભામાં મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ

09 Apr 2026

અભિનેતા મોહનલાલે મતદાન કર્યું

09 Apr 2026

સીપીઆઈ(એમ) નેતા એલમારમ કરીમે મતદાતાઓને કરી ખાસ અપીલ

09 Apr 2026

પુડુચેરીની એક સરકારી શાળામાં રોબોટ દ્વારા મતદારાનું કરાયું સ્વાગત

09 Apr 2026

આસામની દિસપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુત બોરદોલોઈએ કર્યું મતદાન