લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અરવિ

લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કહેવામાં આવે છે કે લવલીએ દિલ્હી કોંગ્રેસ પ્રભારી મહાસચિવ દીપક બાબરિયા સાથે ટકરાવને કારણે આ પદ છોડ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે દીપક બાબરિયાએ દિલ્હી અને હરિયાણા કોંગ્રેસના પ્રભારી છે.
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષે છોડ્યું પદ
અરવિંદર સિંહ લવલીએ પોતાના લેટરમાં લખ્યુ, 'આ પત્ર હું ભારે દિલથી લખી રહ્યો છું. હું પાર્ટીમાં ખુદને એકદમ લાચાર અનુભવ કરી રહ્યો છું, માટે હવે દિલ્હીના અધ્યક્ષ પદ પર રહી શકતો નથી. દિલ્હી કોંગ્રેસના સીનિયર નેતાઓ માટે કરવામાં આવેલા સર્વસમ્મત નિર્ણય પર એક તરફી દિલ્હીના પ્રભારી (દીપક બાબરિયા) રોક લગાવી દે છે. જ્યારથી મને દિલ્હીના પાર્ટી પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારથી મને કોઇએ પણ સીનિયર પદ પર નિયુક્ત કરવાની પરવાનગી નથી.'
અરવિંદર સિંહ લવલીએ પત્રમાં લખ્યુ કે મે એક અનુભવી નેતાને મીડિયા પ્રભારીના રૂપમાં નિયુક્તિ માટે અનુરોધ કર્યો પરંતુ દિલ્હી પ્રભારીએ તેને ફગાવી દીધો હતો. દિલ્હી પ્રભારીએ અત્યાર સુધી બ્લૉક પ્રભારી નિયુક્ત કરવાની પરવાનગી પણ નથી આપી, જેને કારણે અત્યાર સુધી દિલ્હીના 150 બ્લૉકમાં પ્રભારીઓની નિયુક્તિ થઇ શકી નથી.






