મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે નીચલી અદાલતે કેજરીવાલને આપવામાં આવેલા જામીન પર રોક યથાવત રાખ

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી

અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે નીચલી અદાલતે કેજરીવાલને આપવામાં આવેલા જામીન પર રોક યથાવત રાખી છે. આ પહેલા નીચલી અદાલતે આ મામલે કેજરીવાલને જામીન આપ્યા હતા જે બાદ EDએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટે 25 જૂન સુધી ચુકાદો આવવા સુધી કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી હતી.

જસ્ટિસ સુધીર કુમાર જૈનની પીઠે રાઉજ એવેન્યૂ કોર્ટના ચુકાદા પર રોક યથાવત રાખી છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, નીચલી અદાલતની પીઠે કેજરીવાલને જામીન આપતા સમયે પોતાના વિવેકનો ઉપયોગ કર્યો નહતો.હાઇકોર્ટે કહ્યું, અમે બન્ને પક્ષને સાંભળ્યા છે પરંતુ નીચલી અદાલતે EDના દસ્તાવેજો પર ઉલ્લેખ કર્યો નહતો. 

આ સમાચાર શેર કરો